Get The App

વક્ફ એક્ટમાં સંશોધનની ચર્ચા વચ્ચે ઓવૈસીના નિવેદન પછી રાજકીય ગરમાવો, જાણો સમગ્ર મામલો

Updated: Aug 4th, 2024


Google NewsGoogle News
વક્ફ એક્ટમાં સંશોધનની ચર્ચા વચ્ચે ઓવૈસીના નિવેદન પછી રાજકીય ગરમાવો, જાણો સમગ્ર મામલો 1 - image


Waqf act amendment bill : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકાર વકફ એક્ટમાં સુધારો કરવાની તૈયારમાં છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે શુક્રવારે કેબિનેટે વકફ એક્ટમાં કુલ 40 સુધારાઓને મંજૂરી આપી દીધી છે. આ સુધારાઓ પસાર થયા પછી વક્ફ બોર્ડની સત્તાઓ મર્યાદિત થઈ જશે. મળતી માહિતી મુજબ આ સુધારાઓનો હેતુ વકફ બોર્ડના કોઈપણ મિલકતને 'વકફ મિલકત' તરીકે નિયુક્ત કરવાના અધિકારને પ્રતિબંધિત કરવાનો છે. 

બિલમાં સુધારા માટે આવતા અઠવાડિયે સંસદમાં રજૂ કરાશે

સૂત્રોના કહેવા પ્રમાણે 'સૂચિત સુધારા મુજબ વક્ફ બોર્ડ દ્વારા મિલકતો પર કરવામાં આવેલા તમામ દાવાઓની ફરજિયાત ચકાસણી કરવામાં આવશે. વકફ બોર્ડ દ્વારા દાવો કરાયેલી મિલકતો માટે ફરજિયાત ચકાસણી પ્રક્રિયા પ્રસ્તાવિત છે. તેમજ આ સુધારા માટેનું બિલ આવતા અઠવાડિયે સંસદમાં રજૂ કરવામાં આવે તેવી પણ શક્યતા છે. વક્ફ બોર્ડ 940,000 એકરમાં ફેલાયેલી છે અને આશરે 870,000 મિલકતોની દેખરેખ કરે છે. 2013માં યુપીએ સરકારે મૂળ વક્ફ એક્ટ, 1995 માં સુધારા કરી વક્ફ બોર્ડની સત્તાને મજબૂત કરી હતી. 

આ પણ વાંચો :- દેશની આ બે ટ્રેનો લેશે વંદે ભારતનું સ્થાન? જાણો શું છે રેલવે મંત્રાલયની નવી યોજના

વક્ફ બોર્ડે 1995ના કાયદાનો ઘણો દુરુપયોગ કર્યો છે

આ અધિનિયમની સ્થાપના 'ઓકાફ'ના નિયમન માટે કરવામાં આવી હતી. એક વકીફ દ્વારા દાનમાં આપવામાં આવેલી અને વકફ તરીકે નિયુક્ત કરેલી મિલકતને 'ઓકાફ' કહેવામાં આવે છે. વકીફ એવી વ્યક્તિ છે, જે મુસ્લિમ કાયદા દ્વારા પવિત્ર, ધાર્મિક અથવા ધર્માર્થ તરીકે માન્યતા પ્રાપ્ત હેતુઓ માટે સંપત્તિ  સમર્પિત કરે છે. સૂચિત સુધારાઓનો હેતુ સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલ અને રાજ્ય બોર્ડમાં મહિલાઓના પ્રતિનિધિત્વને સુનિશ્ચિત કરીને સર્વસમાવેશકતા વધારવાનો છે. ઉત્તર પ્રદેશ સરકારના પૂર્વ પ્રધાન અને ભાજપના નેતા મોહસિન રજાએ કહ્યું, 'આખા દેશ અને સમાજની માંગ હતી કે આવો કાયદો લાવવો જોઈએ. વક્ફ બોર્ડે 1995ના કાયદાનો ઘણો દુરુપયોગ કર્યો છે.

પ્રસ્તાવિત બિલ જોયા પછી બોલીશું: JDU

કેન્દ્ર સરકારના વકફ એક્ટમાં સુધારો કરવાના પ્રસ્તાવ પર રાજકીય પક્ષોની પ્રતિક્રિયાઓ પણ આવવા લાગી છે. જેડીયુના પ્રવક્તા નીરજ કુમારે કહ્યું કે, વકફ એક્ટમાં સુધારો કરવા માટે પ્રસ્તાવિત બિલનું ફોર્મેટ શું છે, તે જોવાનું બાકી છે. બિહારમાં નીતીશ કુમારે વકફ મિલકતોના સંચાલન માટે જરૂરી પગલાં લીધા છે. વકફની મિલકત પર હોસ્ટેલ, શોપિંગ મોલથી લઈને અનાથાશ્રમ બનાવવામાં આવ્યા છે. અમને આશા છે કે, કેન્દ્ર સરકાર બિહારના વકફ મોડલ પર કામ કરશે.

આ પણ વાંચો :- " જ્યાં કામ કરવું જોઈ ત્યાં નથી કરતાં અને...: સુપ્રીમ કોર્ટના જજે રાજ્યપાલોની ભૂમિકા પર કેમ ઉઠાવ્યા સવાલ "

વકફ બોર્ડ અંગે આરજેડીના પ્રવક્તા મૃત્યુંજય તિવારીએ કહ્યું કે, સરકારની નજર ક્યાંક બીજે છે અને તેમનું નિશાન બીજે ક્યાંક છે. કોઈ ચોક્કસ ધર્મને ટાર્ગેટ કરવો, વિવાદાસ્પદ મુદ્દાઓ ઉભા કરવા, વાસ્તવિક મુદ્દાઓ પર ચર્ચા ન થાય તે માટે કેન્દ્રની વર્તમાન સરકાર આ પદ્ધતિઓ અપનાવે છે. જેડીયુ અને ટીડીપી ભાજપના સહયોગી છે. ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમારે બતાવવું જોઈએ કે શું થઈ રહ્યું છે. દેશ પોતાના નિયમો અને કાયદાથી ચાલશે વિપક્ષ મજબૂત છે.

વકફ મિલકતો છીનવી લેવાનો ઈરાદોઃ ઓવૈસી

હૈદરાબાદના સાંસદ અને AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, 'વકફ એક્ટમાં આ સુધારો વકફની મિલકતો છીનવી લેવાના ઈરાદાથી કરવામાં આવી રહ્યો છે. આ બંધારણમાં આપવામાં આવેલા ધાર્મિક સ્વતંત્રતાના અધિકાર પર હુમલો છે. RSS શરૂઆતથી જ વકફ મિલકતો છીનવી લેવાનો ઈરાદો રહ્યો છે.

ઈસ્લામિક કાયદા હેઠળ વકફ બનાવ્યો હતો: મૌલાના ખાલિદ

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB)ના સભ્ય મૌલાના ખાલિદ રશીદ ફરંગી મહાલીએ જણાવ્યું હતું કે, 'અમારા પૂર્વજોએ તેમની મિલકતનો મોટો હિસ્સો દાનમાં આપ્યો હતો અને તેઓએ તેને ઈસ્લામિક કાયદા હેઠળ વકફ બનાવવામાં આવ્યો હતો. તેથી જ્યાં સુધી વકફ કાયદાનો સંબંધ છે, તે આવશ્યક છે કે, મિલકતનો ઉપયોગ ફક્ત ધર્માર્થ હેતુઓ માટે જ થવો જોઈએ. જેના માટે તે અમારા પૂર્વજો દ્વારા દાનમાં આપવામાં આવી હતી.


Google NewsGoogle News