યોગીના નારાના કારણે NDAમાં પડવા લાગી તિરાડ! મહારાષ્ટ્રથી લઈને UP-બિહારમાં ભાજપનું વધશે ટેન્શન
NDA Dispute On Bantenge To Katenge Slogan : યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના 'બટેંગે તો કટેંગે'ના નારાના કારણે NDAમાં તિરાડ પડવા લાગી રહી છે, ત્યારે સહયોગી પક્ષ દ્વારા જ તેનો વિરોધ કરી કહ્યું કે, આ પ્રકારના નારાની કોઈ જરૂર નથી. મહારાષ્ટ્રમાં ભાજપના નારાને લઈને અજિત પવાર વાળી એનસીપી પાર્ટીએ સૌથી પહેલા વિરોધ કર્યો અને આ પછી જેડીયુ અને જયંત ચૌધરની પાર્ટીએ પણ વિરોધ નોંધાવ્યો. આ મામલે મહારાષ્ટ્રથી લઈને યુપી-બિહારમાં ભાજપનું ટેન્શન વધી શકે છે.
અજિત પવારે શું કહ્યું?
અજિત પવારે કહ્યું કે, અમે મહાયુતિમાં સાથે મળીને કામ કરી રહ્યા છીએ, પરંતુ અમારી પાર્ટીઓની વિચારધારા અલગ છે. અમે બધા એક કોમન મિનિમમ પ્રોગ્રામ પર અમારી સરકાર ચલાવીએ છીએ. આ દેશના વિકાસ માટે કરવામાં આવી રહ્યું છે. આજે પણ આપણે શિવ શાહુ ફુલેના વિચારોને વળગી છીએ. બની શકે કે અન્ય રાજ્યોમાં આ બધું ચાલતું હોય, પરંતુ મહારાષ્ટ્રમાં આ કામ નહીં કરતા. ભાજપના અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓએ શું કહેવું તે નક્કી કરવું જોઈએ.
સંજય નિરુપમે શું કહ્યું?
શિવસેના શિંદે જૂથના નેતા સંજય નિરુપમે કહ્યું કે, યોગી આદિત્યનાથ કહી રહ્યા છે કે, જો તમે જો તમે વિખેરાઈ જાઓ છો તો નબળા થઈ જાવ છો. જો તમે સંગઠિત રહેશો, તો મજબૂત રહેશો. તેમણે કહ્યું કે, અજીત દાદા આજે સમજી રહ્યા નથી, પછી સમજાશે. 'બટેંગે તો કટેંગે' આ નારો ચોક્કસપણે ચાલશે. અજીત દાદાએ સમજવું પડશે. મુખ્યમંત્રી યોગી કંઈ ખોટું નથી બોલી રહ્યા, કેટલાક લોકોને આ સમજવામાં સમય લાગી શકે છે.
જેડીયુએ પણ કર્યો વિરોધ
જેડીયુના એમએલસી ગુલામ ગોસે ગઈ કાલે શુક્રવારે પટનામાં કહ્યું કે, 'બટેંગે તો કટેંગે' જેવા નારાની દેશમાં કોઈ જરૂર નથી. આ નારાની જરૂરત એ લોકોને છે કે, જેઓ સાંપ્રદાયના નામ પર વોટ જોઈએ છે. દેશના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને ગૃહમંત્રી હિંદુ છે તો દેશમાં હિંદુ કેવી રીતે અસુરક્ષિત હોય શકે. જ્યારે ચિરાગ પાસવાને આ મામલે ભાજપને સાથ આપીને તેમની પાર્ટીએ કહ્યું કે આ નારો બરાબર છે.
આ પણ વાંચો : CM યોગીનો નવો નારો અજિત પવારને પસંદ ના આવ્યો! ઉઠાવ્યા સવાલ, તો શિંદે જૂથે કર્યો સપોર્ટ
યોગીના નારાને લઈને આરએલડીના પ્રમુખ જયંત ચૌધરીને પૂછવામાં આવેલા સવાલમાં નકારાત્મક જવાબ આપ્યો હતો.