NCRB Report-2022 : દેશમાં દર કલાકે 3 મર્ડર, દૈનિક 78 હત્યાઓ, મહિલાઓ પર અત્યાચાર વધ્યો
વર્ષ 2022માં હત્યાની 28,522 અને મહિલાઓ સામેના ગુનાની 4,45,256 FIR નોંધાઈ
2022માં સામાન્ય તકરારમાં 9962 હત્યા, બદલો/દુશ્મનાવટને કારણે 3761 હત્યાઓ થઈ
નવી દિલ્હી, તા.04 નવેમ્બર-2023, સોમવાર
દેશમાં મર્ડરની ઘટનાઓમાં આંશિત ઘટાડો થયો હોવાનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. NCRBના ડેટા મુજબ વર્ષ 2022માં દેશમાં 28,522 હત્યાના કેસ નોંધવામાં આવ્યા છે. વર્ષ 2021માં કુલ 29,272 હત્યાના કેસ નોંધવામાં આવ્યા છે, જેના સામે 2022માં હત્યાની ઘટનાઓમાં 2.6 ટકાનો સામાન્ય ઘટાડો થયો છે.
મહિલાઓ પર અત્યાચાર વધ્યો
મહિલાઓ પર થતા અત્યાચાર એટલે કે ગુનાઓની વાત કરીએ તો 2022માં આવા કુલ 4,45,256 કેસ નોંધવામાં આવ્યા છે, જ્યારે 2021માં 4,28,278 કેસ નોંધાયા હતા, એટલે કે મહિલા સામેના ગુનામાં 4.0 ટકાનો વધારો થયો છે.
2021-2022ની તુલનાએ 2023માં હત્યાઓની ઘટનામાં આંશિક ઘટાડો
રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યુરો (NCRB) દ્વારા 2022માં નોંધાયેલા વાર્ષિક ગુનાઓનો અહેવાલ બહાર પાડવામાં આવ્યા છે. આ રિપોર્ટ મુજબ 2022માં હત્યાની 28,522 FIR નોંધવામાં આવી, એટલે કે, દેશમાં દર દિવસે સરેરરાશ 78 હત્યાઓ અથવા દર કલાકે ત્રણથી વધુ હત્યાઓ થઈ... જોકે વર્ષ 2021માં 29,272 અને 2020માં 29,193 મર્ડર કેસથી તુલનાએ 2022માં હત્યાના કેસોમાં આંશિક ઘટાડો થયો છે.
2022માં સામાન્ય તકરારને કારણે 9962 હત્યાઓ થઈ
ડેટા મુજબ વર્ષ 2022માં સામાન્ય તકરારને કારણે 9962 હત્યાઓ, વ્યક્તિગત બદલો અથવા દુશ્મનાવટને કારણે 3761 હત્યાઓ, લાલચ/ફાયદાના કારણે 1884 હત્યાઓ થઈ હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો છે. ડેટા મુજબ 2022માં કુલ હત્યા પીડિતોમાં 8125 મહિલાઓ અને 9 ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે.
2022માં સૌથી વધુ ઉત્તર પ્રદેશમાં નોંધાયા હત્યાના કેસ
- ઉત્તર પ્રદેશ - 3491
- બિહાર - 2930
- મહારાષ્ટ્ર - 2295
- મધ્યપ્રદેશ - 1978
- રાજસ્થાન - 1834
- રાજધાની દિલ્હી - 509
- જમ્મુ-કાશ્મીર - 99
- મણિપુર - 47
- ગોવા - 44
- મિઝોરમ - 31
- પુડુચેરી - 30
- નાગાલેન્ડ - 21
- દાદરા અને નગર હવેલી અને દમન અને દીવ - 16
- ચંડીગઢ - 18
- સિક્કીમ - 09
- અંદામાન અને નિકોબાર - 07
- લદ્દાખ - 5
- લક્ષદ્વીપ - 0
.
.
.
.
.
.
.
.
.
.
.
NCRB Crime Report 2022, Murder, Atrocities, FIR Cases, Andhra Pradesh, Arunachal Pradesh, Assam, Bihar, Chhattisgarh, Goa, Gujarat, Haryana, Himachal Pradesh, Jharkhand, Karnataka, Kerala, Madhya Pradesh, Maharashtra, Manipur, Meghalaya, Mizoram, Nagaland, Odisha, Punjab, Rajasthan, Sikkim, Tamil Nadu, Telangana, Tripura, Uttarakhand, Uttar Pradesh, West Bengal, Andaman and Nicobar Islands, Chandigarh, Dadra and Nagar Haveli and Daman and Diu, Delhi, Jammu & Kashmir, Ladakh, Lakshadweep, Puducherry, Police