Get The App

ભારતમાં Youtube બંધ થઇ જશે? કેન્દ્ર સરકારે મોકલી નોટિસ, જાણો મામલો

એનસીપીસીઆરએ માતા અને પુત્રના વાંધાજનક વીડિયોની નોંધ લઈને નોટીસ મોકલી

Updated: Jan 12th, 2024


Google NewsGoogle News
ભારતમાં Youtube બંધ થઇ જશે? કેન્દ્ર સરકારે મોકલી નોટિસ, જાણો મામલો 1 - image


NCPCR Notice To YouTube Official : સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યુબ (Youtube)ની ભારતીય યુનિટને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR)એ યુટ્યુબ ઈન્ડિયાને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ અફેર્સ (POCSO)ના ઉલ્લંખનનો આરોપ લગાવતા યુટ્યુબ ઈન્ડિયાના વડા મીરા ચટ્ટ(Mira Chatt)ને નોટીસ મોકલી છે.

મીરા ચટ્ટ હાજર નહીં થાય તો યુટ્યુબ સામે કડક કાર્યવાહી કરવામાં આવી શકે

એનસીપીઆરના વડા પ્રિયંક કાનૂન્ગો (Priyank Kanoongo)એ યુટ્યુબની કેટલીક ચેનલો પર ચાલી રહેલા માતા અને પુત્રના વાંધાજનક વીડિયોની નોંધ લઈને મીરા ચટ્ટને 15મી જાન્યુઆરી સુધીમાં ઓફિસે હાજર થવા માટે આ નોટીસ મોકલી છે અને જો તે હાજર નહીં થાય તો યુટ્યુબ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પ્રિયંક કાનૂન્ગોનું કહેવું છે કે યુટ્યુબ પર હજારો વીડિયો છે જેમાં માતા અને પુત્ર POCSO એક્ટનું ઉલ્લંઘન કરીને અભદ્ર અને વાંધાજનક કૃત્યો દર્શાવવામાં આવ્યા છે. તેમણે વધુમાં ક્હ્યું કે આવા વીડિયોથી સમાજમાં ખોટો સંદેશો પહોંચે છે અને બાળકો પર નકારાત્મક અસર પણ પડે છે આના સિવાય આવા વીડિયો ઉત્તેજનનાને પ્રોત્સાહન આપે છે જેને ભારતમાં ચલાવવા દેવામાં આવશે નહીં. 

જો એક્શન નહીં લેવામાં આવે તો FIR નોંધવામાં આવશે

આ સંદર્ભમાં આગળ તેમણે કહ્યું કે માતા-પુત્રનો સંબંધ ખૂબ જ પવિત્ર હોય છે પણ આવા વીડિયોમાં આ સંબંધને વાંધાજનક હાલતમાં દર્શાવાયા છે. જો યુટ્યુબ પર આવું બધું બંધ નહીં થાય તો એનસીપીઆર આ મામલે FIR નોંધવાથી લઈને યુટ્યુબ અધિકારીઓને જેલમાં મોકલવા સુધીની કાર્યવાહી કરશે.

ભારતમાં Youtube બંધ થઇ જશે? કેન્દ્ર સરકારે મોકલી નોટિસ, જાણો મામલો 2 - image


Google NewsGoogle News