Get The App

'તારામાં હિંમત હોત તો નવી પાર્ટી બનાવી હોત..', શરદ જૂથના નેતાનો અજિત પવાર પર મોટો હુમલો

Updated: Nov 3rd, 2024


Google News
Google News
'તારામાં હિંમત હોત તો નવી પાર્ટી બનાવી હોત..', શરદ જૂથના નેતાનો અજિત પવાર પર મોટો હુમલો 1 - image


NCP SP Leaders attack on Ajit Pawar : શરદ પવાર જૂથની એનસીપીના નેતા જિતેન્દ્ર આવ્હાડે એક કાર્યક્રમમાં અજિત પવાર પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે 'જો અજિત પવારમાં હિંમત હોત તો તેમણે પોતાની નવી પાર્ટી બનાવી હોત, પણ તેમણે આવું ના કર્યું. અજિતે તેમના કાકા શરદ પવારની પાર્ટી ચોરી લીધી.' 

અજિત પવારને ઘેર્યા 

જિતેન્દ્ર આવ્હાડ અહીં જ ન રોકાયા અને તેમણે કહ્યું કે જનતા સમગ્ર વાસ્તવિકતા જાણે છે. એનસીપી કોની પાર્ટી હતી? શરદ પવારની પાર્ટી હતી. પરંતુ અજિત પવારે શરદ પવાર સાથે દગો કર્યો અને પાર્ટી ચોરી લીધી. સાથે સાથે શરદ પવારના હાથમાંથી ઘડિયાળ પણ છીનવી લીધી. આ પોકેટમારોનું જૂથ છે. 

કહ્યું - મર્દની ઓલાદ હોત તો... 

આવ્હાદે વિવાદિત શબ્દોનો પ્રયોગ કરતાં કહ્યું કે અરે જો તમારામાં હિંમત હોત અને મર્દની ઔલાદ હોત તો કહ્યું હોત કે હું પણ નવો ચિહ્ન શોધીને ચૂંટણી લડીશ. ત્યારે અમે પણ તમારી પ્રશંસા કરી હોત પણ તમે તો કાકાની પાર્ટીની ચોરી કરી લીધી અને મારી પાર્ટી-મારી પાર્ટી કહેતા ફરો છો. 

શરદ પવાર આજે પણ 18 કલાક કામ કરે છે

તેમણે કહ્યું, 'લોકો જાણે છે કે વાસ્તવિકતા શું છે. જે માણસને પાંચમા સ્ટેજનું કેન્સર હતું અને જેના હાડકાં તૂટી ગયાં હતાં, તે હજુ પણ દિવસમાં 18 કલાક કામ કરે છે. તે કહે છે હું મહારાષ્ટ્રમાં પરિવર્તન લાવીશ, આ શબ્દો છે શરદ પવારના. તે મોદી સામે ઝૂક્યા નથી, અમિત શાહ સામે ઝૂક્યા નથી.

'તારામાં હિંમત હોત તો નવી પાર્ટી બનાવી હોત..', શરદ જૂથના નેતાનો અજિત પવાર પર મોટો હુમલો 2 - image



Tags :
Jitendra-awhadajit-pawarsharad-pawarNCP

Google News
Google News