VIDEO : કભી-કભી ગલતી હો જાતી હૈ: ભગવાન રામ અંગે વિવાદાસ્પદ નિવેદન આપનારા NCP નેતા જિતેન્દ્ર આવ્હાડે માંગી માફી
Image Source: Twitter
- જિતેન્દ્ર આવ્હાડ વિરુદ્ધ મહારાષ્ટ્રમાં FIR પણ નોંધવામાં આવી છે
નવી દિલ્હી, તા. 04 જાન્યુઆરી 2024, ગુરૂવાર
NCP Leader Jitendra Awhad Comment On Ram: શરદ પવાર જૂથના NCP નેતા જિતેન્દ્ર આવ્હાડે ભગવાન રામ અંગે આપેલા વિવાદાસ્પદ નિવેદન પર માફી માંગી છે. તેમણે કહ્યું કે, ભાષણ દરમિયાન તેમનાથી ભૂલ થઈ ગઈ.
મહારાષ્ટ્રમાં FIR નોંધવામાં આવી
અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા દેશભરમાં ચાલી રહેલી ચર્ચા વચ્ચે NCP નેતા જિતેન્દ્ર આવ્હાડે ભગવાન જીવન શૈલી અંગે વાંધાજનક ટિપ્પણી કરી હતી. તેમની આ ટિપ્પણી પર રાજકારણ ઘમાસાણ મચી ગયુ હતું. બીજેપી નેતાઓએ તેમના ઘરની બહાર પ્રદર્શન કર્યું હતું અને તેમની વિરુદ્ધ મહારાષ્ટ્રમાં FIR પણ નોંધવામાં આવી છે.
'કભી-કભી ગલતી હો જાતી હૈ'
પોતાના નિવેદન માટે તેઓ સતત પોતાના સ્ટેન્ડ પર અડગ હતા પરંતુ હવે તેમણે યુ-ટર્ન લઈ લીધો છે. આજે તેમણે વિવાદાસ્પદ નિવેદન માટે માફી માંગી અને સ્પષ્ટતા આપી છે. જિતેન્દ્રએ કહ્યું કે, ભાષણ દરમિયાન મારાથી બોલાઈ ગયું. ક્યારેક-ક્યારેક ભૂલ થઈ જાય છે. હું મારા નિવેદન માટે માફી માંગુ છું.
ભગવાન રામ અંગે જિતેન્દ્રના નિવેદન અંગે બીજેપી અને અજિત જૂથના નેતાઓએ પણ નારાજગી વ્યક્ત કરી છે. અજિત જૂથના NCPના કાર્યકર્તાઓએ મુંબઈમાં આવ્હાડ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ભગવાન રામને માંસાહારી ગણાવ્યા હતા
NCP નેતા જિતેન્દ્ર આવ્હાડે ભગવાન રામની ભોજન શૈલી પર વાંધાજનક નિવેદન આપ્યું હતું. તેમણે ભગવાન રામને માંસાહારી ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, તેઓ પોતાના નિવેદન પર કાયમ છે અને જે કંઈ પણ કહ્યું તેના પર અડગ છે.