Get The App

મહારાષ્ટ્રમાં કાયદો વ્યવસ્થા સંપૂર્ણપણે ધ્વસ્ત...' બાબા સિદ્દિકીની હત્યા પર રાહુલ ગાંધીની પ્રતિક્રિયા

Updated: Oct 13th, 2024


Google NewsGoogle News
NCP Leader


Baba Siddique shot dead:  મુંબઈમાં શનિવાર મોડી રાતે એનસીપી નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દિકીની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. બાંદ્રા પૂર્વમાં તેના પર અનેક રાઉન્ડ ફાયરિંગ થયુ હતું. જેમાં બે ગોળી વાગી જતાં તાત્કાલિક લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટના મુદ્દે વિપક્ષે સરકાર પર પ્રહારો અને આક્ષેપો કર્યા છે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા છે.

જો કે, મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ મામલે દોષિતોને આકરીથી આકરી સજા આપવાનું વચન આપ્યું છે.



લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પણ આ ભયાવહ ઘટના અંગે કહ્યું કે, મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે, બાબા સિદ્દિકીનું નિધન ચોંકાવનારૂં અને દુઃખદ છે. આ કપરાં સમયમાં મારી સંવેદનાઓ તેમના પરિવાર સાથે છે. આ ભયાનક ઘટના મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ રહ્યા છે. સરકારે જવાબદારી લેવી જોઈએ અને ન્યાય મળવો જોઈએ.

આ પણ વાંચોઃ નવો દાઉદ બનવાના માર્ગે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ, 700થી વધુ શૂટર્સની ગેંગ, NIAનો ધડાકો



મલ્લિકાર્જુને ન્યાયની માગ કરી

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બાબા સિદ્દિકીના પરિવારને ન્યાય આપવા માગ કરી છે. તેમણે કહ્યું કે, સિદ્દિકીને ન્યાય મળવો જોઈએ અને દોષિતોને ઝડપથી સજા આપવી જોઈએ. મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દિકીનું દુઃખદ નિધન સ્તબ્ધ કરનારૂં છે. આ દુઃખની ઘડીમાં તેમના પરિવાર, મિત્રો અને સમર્થકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરૂ છું. ન્યાય સુનિશ્ચિત કરવો જોઈએ અને વર્તમાન મહારાષ્ટ્ર સરકારે આ મામલે ઊંડી તપાસ કરવાના આદેશ સાથે દોષિતોને ઝડપથી સજા આપવાની બાંહેધરી આપવી જોઈએ. 

મહારાષ્ટ્રની કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ઉજાગરઃ ઓવૈસી

બાબા સિદ્દિકીની હત્યા પર AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે આ ઘટના મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ દર્શાવે છે.

કડક કાર્યવાહી કરવામાં આવશેઃ CM શિંદે

આ ઘટના પર મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને એક હજુ ફરાર છે. કાયદો અને વ્યવસ્થા કોઈ પોતાના હાથમાં લઈ શકે નહીં. મુંબઈ પોલીસને સૂચના આપવામાં આવી છે.

આ વર્ષે NCPમાં જોડાયા હતાં

બાબા સિદ્દિકી આ વર્ષે ફેબ્રુઆરીમાં કોંગ્રેસ છોડીને NCP (અજિત પવાર જૂથ)માં જોડાયા હતા. સિદ્દિકીને 15 દિવસ પહેલાં જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી, ત્યારબાદ તેમને વાય કેટેગરીની સુરક્ષા પણ આપવામાં આવી હતી. આટલું રક્ષણ મળ્યા બાદ પણ તેમની હત્યા અનેક સવાલો ઉભા કરે છે.

મહારાષ્ટ્રમાં કાયદો વ્યવસ્થા સંપૂર્ણપણે ધ્વસ્ત...' બાબા સિદ્દિકીની હત્યા પર રાહુલ ગાંધીની પ્રતિક્રિયા 2 - image


Google NewsGoogle News