બાબા સિદ્દિકીની હત્યાનું કારણ આવ્યું સામે, શૂટરે કરી દીધો ખુલાસો, અનમોલ બિશ્નોઈનું નામ પણ આપ્યું
Baba Siddiqui Murder Case: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વાંદ્રે પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય બાબા સિદ્દીકીની હત્યા કેસમાં એક મોટો ખુલાસો થયો છે. મળતી માહિતી પ્રમાણે ગોળીબાર કરનારે કબૂલાત કરી છે કે, સિદ્દીકીની હત્યાનું કાવતરું શા માટે ઘડવામાં આવ્યું હતું. તેણે પોલીસને ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈનું નામ પણ આપ્યું છે. પોલીસે આ કેસમાં 25 થી વધુ આરોપીઓની ધરપકડ કરી છે.
મુખ્ય શૂટર શિવકુમાર ગૌતમની પોલીસ સમક્ષ કબૂલાત
કુખ્યાત ગુનેગાર અનમોલ બિશ્નોઈએ 'દાઉદ ઇબ્રાહિમ સાથેના સંબંધો અને 1993ના મુંબઈ વિસ્ફોટોમાં સંડોવણી' ના લઈને NCP નેતા બાબા સિદ્દીકીના પર હુમલો કરવાનો આદેશ આપ્યો હતો. સિદ્દીકી પર હુમલો કરનાર મુખ્ય શૂટર શિવકુમાર ગૌતમે પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં કબૂલાત કરી છે.
ત્રણ હુમલાખોરોએ સિદ્દીકીને ગોળી મારીને હત્યા કરી
ગૌતમની કબૂલાત 12 ઓક્ટોબરના રોજ મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી સિદ્દીકીની હત્યાના સંદર્ભમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટનો એક ભાગ છે. મુંબઈના બાંદ્રા પૂર્વ વિસ્તારમાં તેમના પુત્ર ઝીશાન સિદ્દીકીની ઓફિસની બહાર ત્રણ હુમલાખોરોએ સિદ્દીકીને ગોળી મારીને હત્યા કરી દીધી હતી.
તે પુણેમાં ભંગાર એકઠું કરવાનું કામ કરતો હતો
આ ઉપરાંત ગૌતમે એવો પણ દાવો કર્યો હતો, કે તેને બાબા સિદ્દીકી અથવા ઝીશાન સિદ્દીકીને મારી નાખવાનું કહેવામાં આવ્યું હતું અને તેના બદલામાં 15 લાખ રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તેણે પોલીસને કહ્યું કે, તે પુણેમાં ભંગાર એકત્ર કરતો હતો અને તે વસ્તુઓ સહ-આરોપી હરીશ કુમાર કશ્યપને સામાન વેચતો હતો. નિવેદનમાં તેણે પોલીસને કહ્યું હતું કે, કચરાની દુકાન ચલાવતા કશ્યપે તેના રહેવાની વ્યવસ્થા કરી હતી અને આ સમય દરમિયાન તેની ઓળખાણ પ્રવીણ લોનકર અને તેના ભાઈ શુભમ લોનકર સાથે થઈ.
ગૌતમે પોતાના કબૂલાતમાં કહ્યું હતું કે, 'એક દિવસ શુભમ લોંકરે શૂટરને કહ્યું કે, તે અને તેનો ભાઈ બિશ્નોઈ ગેંગ માટે કામ કરે છે.' જૂન 2024 માં શુભમ લોનકર (શુબ્બુ) એ મને અને ધર્મરાજ કશ્યપ (સાથી-શૂટર) ને કહ્યું કે, જો અમે તેમની સૂચના મુજબ કામ કરીશું તો અમને 10 થી 15 લાખ રૂપિયા મળી શકે છે. જ્યારે મેં કામ વિશે પૂછ્યું, ત્યારે શુભમે અમને કહ્યું કે, આપણે બાબા સિદ્દીકી અથવા તેમના દીકરા ઝીશાન સિદ્દીકીને મારવાના છે. પરંતુ તેમણે વધુ કોઈ માહિતી આપી નહીં.
ફ્લેટનું અને ફોર વ્હીલર આપવાનો વાયદો કર્યો હતો
મુંબઈ પોલીસે સિદ્દીકીની હત્યા કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે, સિદ્દીકીની હત્યા અનમોલના નેતૃત્વ હેઠળના ક્રાઈમ સિન્ડિકેટ દ્વારા કરવામાં આવી હતી. આરોપીએ પોલીસને અનમોલ સાથેની તેની વાતચીત વિશે જણાવ્યું છે.
આ પણ વાંચો : શ્રીલંકન નેવીના ફાયરિંગમાં ભારતના પાંચ માછીમારને ઈજા, ભારતે કહ્યું- 'આ સહન નહીં કરીએ'
એક અહેવાલ મુજબ, આ વાતચીતમાં કહેવામાં આવ્યું હતું કે, 'રામ રામ ભાઈ લોગ, લોરેન્સ ભાઈએ તમને બધાને રામ રામ કહેવા કહ્યું છે. શું ચાલી રહ્યું છે. તમારે એક કામ કરવાનું છે. હિંમત રાખો. જો તમે બાંદ્રામાં તમારા ઘરની નજીક રેકી કરવા માંગતા હો, તો તે જ વિસ્તારમાં ઘર ભાડે રાખી લો. પોતાનું કામ પૂર્ણ થયા બાદ દરેકને ફોર વ્હીલર અને ફ્લેટ મળશે... તે પહેલાં હું તમને 5 લાખ રૂપિયા એડવાન્સ આપીશ. મારે મારા ભાઈનો બદલો લેવાનો છે. આપણે આપણા ધર્મ માટે જીવવાનું છે...'