અમે PM મોદી અંગેની આવી ટિપ્પણીનો સ્વીકાર કરીશું નહીં: માલદીવ વિવાદ પર વડાપ્રધાનના સમર્થનમાં ઉતર્યા શરદ પવાર

Updated: Jan 9th, 2024


Google NewsGoogle News
અમે PM મોદી અંગેની આવી ટિપ્પણીનો સ્વીકાર કરીશું નહીં: માલદીવ વિવાદ પર વડાપ્રધાનના સમર્થનમાં ઉતર્યા શરદ પવાર 1 - image


- આપણે વડાપ્રધાનના પદનું સમ્માન કરવું જોઈએ: શરદ પવાર

નવી દિલ્હી, તા. 09 જાન્યુઆરી 2024, મંગળવાર

ભારત અને માલદીવ વચ્ચેનો વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે. ત્યારે આ વચ્ચે NCP ચીફ શરદ પવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર માલદીવના સાંસદની વાંધાજનક ટિપ્પણીથી માલદીવ સરકારને ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતમાં સામાન્ય જનતાથી લઈને દિગ્ગજ નેતાઓ પણ પોતાના દેશ અને પોતાના વડાપ્રધાનની પડખે ઊભેલા નજર આવી રહ્યા છે.

આ વચ્ચે NCP ચીફ શરદ પવારે ઈન્ડિયા બ્લોક પાર્ટીઓની બેઠકમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે, તેઓ અમારા દેશના વડાપ્રધાન છે અને જો કોઈ બીજા દેશનું કોઈ પણ વ્યક્તિ અમારા પીએમ પર આવી ટિપ્પણી કરશે તો તે અમને સ્વીકાર્ય નથી. 

તેમણે આગળ કહ્યું કે, આપણે વડાપ્રધાનના પદનું સમ્માન કરવું જોઈએ. અમે દેશની બહારથી વડાપ્રધાન વિરુદ્ધ કંઈ પણ સ્વીકાર નહીં કરીશું.  વડાપ્રધાન મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી મામલે ઈઝરાયેલથી લઈને બાંગ્લાદેશ સુધીના દેશોએ ભારતનું સમર્થન કર્યું છે. 


Google NewsGoogle News