Get The App

ઈન્ડિયા Vs ભારત: NCERTના નવા પુસ્તકોમાં બંને શબ્દનો ઉપયોગ, કહ્યું- બંધારણ પ્રમાણે જ ચાલીશું

Updated: Jun 18th, 2024


Google NewsGoogle News
ઈન્ડિયા Vs ભારત: NCERTના નવા પુસ્તકોમાં બંને શબ્દનો ઉપયોગ, કહ્યું- બંધારણ પ્રમાણે જ ચાલીશું 1 - image


India Vs Bharat: નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)એ અભ્યાસક્રમમાં અનેક ફેરફાર કર્યા છે. 12માં ધોરણની રાજનીતિક વિજ્ઞાન (Political Science)ના પુસ્તકમાં અનેક વસ્તુઓ હટાવવામાં આવી છે અને ઉમેરવામાં આવી છે. 'બાબરી મસ્જિદ'ને 'ત્રણ ગુંબજવાળો ઢાંચો' લખવામાં આવ્યુ છે. આઝાદ પાકિસ્તાન શબ્દને પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીરથી બદલવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો પણ ઉલ્લેખ છે. જો કે, NCERTએ 'ઈન્ડિયા Vs ભારત' શબ્દના ઉપયોગ પર કહ્યું કે તેઓ બંને શબ્દોનો ઉપયોગ કરશે.

'ઈન્ડિયા Vs ભારત' આ શબ્દો પર ચર્ચા બેકાર

NCERT પ્રમુખ દિનેશ પ્રસાદ સકલાનીએ કહ્યું કે, 'ઈન્ડિયા Vs ભારત' શબ્દો પરની ચર્ચા બેકાર છે, કારણ કે બંધારણ બંનેને અકબંધ રાખે છે. તેમણે વધુમાં કહ્યું કે NCERTને પોતાના નવા પુસ્તકોમાં ‘ભારત’ અથવા ‘ઈન્ડિયા ’નો ઉપયોગ કરવામાં કોઈ ખચકાટ નથી.

અમે બંધારણ પ્રમાણે જ ચાલીશું: NCERT

એક ઈન્ટરવ્યૂમાં સકલાનીએ કહ્યું કે, અમે અમારા પુસ્તકોમાં ભારત અને ઈન્ડિયા બંને શબ્દો લખીશું. બંધારણ જે કહેશે અમે તેનું પાલન કરીશું. અમે બંધારણ પ્રમાણે જ ચાલીશું. ભારત અને ઈન્ડિયા શબ્દો ઈન્ટરચેન્જિએબલી (ક્યારેક ભારત તો ક્યારેક ઈન્ડ્યા) તરીકે ઉપયોગ કરવામાં આવશે. અમને બંને શબ્દ માટે કોઈ અણગમો નથી. અમે એવું નહીં કરીશું કે, કાં તો ઈન્ડિયા લખો અથવા ભારત. અમે હજું પણ બંને નામ લખી રહ્યા છે.

જ્યારે ઈન્ડિયાના બદલે ભારત શબ્દના ઉપયોગ પર થઈ હતી વાત

NCERT પ્રમુખ દિનેશ પ્રસાદ સકલાનીનું આ નિવેદન એટલા માટે પણ મહત્વનું છે કારણ કે, ગત વર્ષે NCERT પેનલે તમામ પુસ્તકોમાં ઈન્ડિયાનું નામ બદલીને ભારત રાખવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પેનલના સભ્યોમાંથી એક સીઆઈ આઈઝેકે કહ્યું હતું કે, પ્રસ્તાવ મંજૂર થઈ ગયા બાદ NCERT પુસ્તકોના આગામી સેટમાં ઈન્ડિયાનું નામ બદલીને ભારત કરી દેવામાં આવશે. 

ક્યાંથી આવ્યો 'ઈન્ડિયા' શબ્દ?

NCERTએ પોતાના અભ્યાસક્રમમાં નવી શિક્ષણ નીતિ હેઠળ ફેરફાર કરવા માટે 19 સભ્યોની એક સમિતિ બનાવી હતી. કમિટીના અધ્યક્ષ સી.આઈ. આઈઝેકે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, સમિતિએ સર્વાનુમતે ભલામણ કરી છે કે તમામ વર્ગના વિદ્યાર્થીઓના પાઠ્યપુસ્તકોમાં ભારત શબ્દનો ઉપયોગ કરવો જોઈએ. આઈઝેકે કહ્યું હતું કે, હકીકતમાં ઈન્ડિયા શબ્દનો ઉપયોગ સામાન્ય રીતે ઈસ્ટ ઈન્ડિયા કંપની અને 1757ના પ્લાસીના યુદ્ધ બાદ થવાનો શરૂ થયો હતો. બીજી તરફ ભારત શબ્દનો ઉલ્લેખ વિષ્ણુ પુરાણ જેવા પ્રાચીન લેખોમાં મળે છે જે 7 હજાર વર્ષ જૂના છે. સમિતિએ પાઠ્યપુસ્તકોમાં 'એન્શિએન્ટ હિસ્ટ્રી'ના બદલે 'ક્લાસિકલ હિસ્ટ્રી'ને સામેલ કરવાની ભલામણ કરી હતી. જોકે, તે સમયે NCERTએ પેનલના સૂચનો પર કોઈ નિર્ણય નહોતો લીધો. 


Google NewsGoogle News