ધો. 9 થી 12 સુધીના NCERTના પુસ્તકો થશે સસ્તા, આગામી શૈક્ષણિક વર્ષથી કિંમતમાં 20% નો ઘટાડો થશે
NCERT Textbook: રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (NCERT)એ સોમવારે આગામી શૈક્ષણિક વર્ષથી ધોરણ 9 થી 12 સુધીના પાઠ્યપુસ્તકોના ભાવમાં 20 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી. NCERTના ડિરેક્ટર દિનેશ પ્રસાદ સકલાનીએ એક કાર્યક્રમ દરમિયાન તેની જાહેરાત કરી. આ કાર્યક્રમમાં કેન્દ્રિય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ હાજર રહ્યા.
NCERT હેડક્વાર્ટરમાં ઓડિટોરિયમના નિર્માણ માટે ભૂમિ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન દિનેશ પ્રસાદ સકલાનીએ કહ્યું કે, 'આ પહેલીવાર છે કે પાઠ્યપુસ્તકોના ભાવમાં મોટો ઘટાડો કરાયો છે. આ વર્ષે NCERTએ કાગળની ખરીદીમાં ખુબ વધુ કાર્યક્ષમતા લાવી છે અને તેમાં નવીનતમ પ્રિન્ટીંગ મશીનોવાળા પ્રિન્ટરોનો પણ સમાવેશ કર્યો છે. NCERTએ દેશના વિદ્યાર્થીઓને તેનો લાભ આપવાનું નક્કી કર્યું છે.'
આ પણ વાંચો: સંભલમાં મંદિરના પ્રાચીન કૂવાનું ખોદકામ, માતા પાર્વતી અને ગણેશ-કાર્તિકેયની મૂર્તિઓ મળી
સકલાનીએ કહ્યું કે, 'આગામી શૈક્ષણિક વર્ષ માટે ધોરણ 9 અને 12ના તમામ પાઠ્યપુસ્તકો NCERT દ્વારા હાજર કિંમતથી 20 ટકા ઓછી કિંમત પર વેચવામાં આવશે. આ NCERTના ઈતિહાસમાં અભૂતપુર્વ છે.' આ વચ્ચે, ધોરણ 1 થી 8ના પાઠ્યપુસ્તકો 65 રૂપિયા પ્રતિ કોપી પર છૂટક વેચાણ શરૂ રહેશે. દર વર્ષે, NCERT લગભગ 300 શીર્ષકોમાં લગભગ 4-5 કરોડ પાઠ્યપુસ્તકો છાપે છે.
આ પણ વાંચો: વિજય દિવસ: જ્યારે ભારત પર હુમલો કરવા તૈયાર હતું અમેરિકા, રશિયાએ છેલ્લી ઘડીએ કરી હતી મદદ