25000 કરોડ રૂપિયાથી વધુનું ડ્રગ્સ જપ્ત ! નશા વિરુદ્ધ NCB-પોલીસ-એજન્સીની 2024માં મોટી કાર્યવાહી
NCP, Police Agencies Seized Drugs Data : દેશમાં ગત વર્ષ 2024માં 25 હજાર 330 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB), તમામ રાજ્યોની પોલીસ અને અન્ય તમામ એજન્સીઓ દ્વારા 2024માં જપ્ત કરવામાં આવેલ માદક પદાર્થોના આંકડા જાહેર કરી ગૃહમંત્રાલયે આ માહિતી આપી છે.
2023માં 16,100 કરોડનું ડ્રગ્સ જપ્ત
2023માં 16 હજાર 100 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું, જેની તુલનામાં 2024માં 55 ટકા વધુ જપ્ત કરવામાં આવ્યું છે. જપ્ત કરાયેલા ડ્રગ્સમાં સિન્થેટિક, કોકેઈન, સાઈકોટ્રોપિક પદાર્થોના રૂપે ઉપયોગ કરાતી ફાર્માસ્યુટિકલ દવાઓ પણ સામેલ છે. 2023માં 34 ક્વિન્ટલ મેથામફેટામાઈન જપ્ત કરાયું હતું, જ્યારે 2024માં 80 ક્વિન્ટલ જપ્ત કરાયું છે.
આ પણ વાંચો : અમેરિકા બાદ હવે UKમાં પણ ભારતીયો પર સંકટ, રેસ્ટોરન્ટ અને કાર વૉશ સેન્ટર્સમાં દરોડા
2023 કરતાં 2024માં બમણો માદક પદાર્થનો જથ્થો જપ્ત
આવી જ રીતે 2024માં કોકેઈન 1426 કિલો (2023માં 292 કિલો), મેફેડ્રોન 3391 કિલો (2023માં 688 કિલો), હશીશની માત્રા 61 ક્વિન્ટલ (2023માં 34 ક્વિન્ટર), psychotropic substancesના નામે દુરુપયોગ થતી ફાર્માસ્યુટિકલની ગોળીઓ 4.96 કરોડ (1.84 કરોડ) જપ્ત કરવામાં આવી છે.
સૌથી મોટું કન્સાઈનમેન્ટ 3300 કિલો ડ્રગ્સનું
ફેબ્રુઆરીમાં એનસીબી, નેવી અને એટીએસ ગુજરાત પોલીસ દ્વારા ‘સાગર મંથન-1’ નામનું સંયુક્ત ઓપરેશન હાથ ધરી ભારતના ઈતિહાસાં સૌથી મોટું કન્સાઈનમેન્ટ પકડી પાડ્યું હતું. જેમાં લગભગ 3300 કિલો ડ્રગ્સ જપ્ત કરાયું હતું, જેમાં 3110 કિલો ચરસ/હાશીશ, 158.3 કિલો ક્રિસ્ટલાઇન પાવડર મેથ અને 24.6 કિલો શંકાસ્પદ હેરોઇનનો સમાવેસ થાય છે. આ કેસમાં પાંચ શંકાસ્પદ વિદેશી નાગરિકોની અટકાયત કરી હતી.
આ પણ વાંચો : કેજરીવાલનો ‘શીશમહેલ’ તોડી નખાશે? ભાજપના દિગ્ગજ નેતાએ LGને લખ્યો પત્ર