NCB અને નેવીનું જોઈન્ટ ઓપરેશન: રૂ. 1000 કરોડનું 200 કિલો ડ્રગ્સ ઝડપાયું
નવી દિલ્હી,તા. 6 ઓક્ટોબર 2022,ગુરુવાર
ભારતીય નૌસેના અને NCBએ Equator line પાસેના દરિયામાં એક મોટું ઓપરેશન હાથ ધર્યું છે. નૌસેનાએ ઈરાનથી જંગી માત્રામાં ડ્રગ્સ લઈને જતી બોટને અટકાવી હતી. તપાસ કરતા બોટમાંથી આશરે રૂ. 1000 કરોડની કિંમતનો 200 કિલો માદક દ્રવ્યોનો જથ્થો જપ્ત કર્યો છે.
મળતી માહિતી પ્રમાણે ડ્રગ્સથી ભરેલી બોટ ઇરાનથી રવાના થઇ હતી, તે સમયે ચાર લોકો સવાર હતા,જે બાદ પાકિસ્તાનથી વધુ 2 લોકો સવાર થયા હતા.
નૌસેના અને એનસીબીએ આટલી મોટી કિંમતમાં નશીલા પદાર્થો સાથે 6 લોકોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ધરપકડ કરવામાં આવેલા બધા જ સંદિગ્ધને કોચી નજીકના સમુદ્રી તટ પર લાવવામાં આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ડ્રગ્સ લઇને બોટ પાકિસ્તાનની સમુદ્ર સીમાથી થઇને Equator line તરફ રિસીવરને આપે તે પહેલાં જ ભારતીય નૌસેના અને NCBએ આ ડ્રગ્સ કન્સાઇનમેંન્ટને પકડી પાડ્યુ છે.