Get The App

હરિયાણાના CM થયા કન્ફર્મ, 17 ઓક્ટોબરે PM મોદી અને દિગ્ગજોની હાજરીમાં લેશે શપથ

Updated: Oct 12th, 2024


Google NewsGoogle News
Nayab Singh Saini


Nayab Singh Saini Oath Ceremony: નાયબ સિંહ સૈની 17 ઓક્ટોબરે હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના તમામ વરિષ્ઠ અધિકારીઓ હાજરી આપશે. સૈનીનો શપથ ગ્રહણ દશેરા ગ્રાઉન્ડ સેક્ટર 5 પંચકુલામાં સવારે 10 વાગ્યે થશે. 

મનોહર લાલ ખટ્ટરે આપી જાણકારી 

નાયબ સિંહ સૈની 17 ઓક્ટોબરે સવારે 10 વાગ્યે પંચકુલામાં મુખ્યમંત્રી પદના શપથ લેશે. કેન્દ્રીય મંત્રી અને હરિયાણાના પૂર્વ સીએમ મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે, 'અમને પ્રધાનમંત્રીની મંજૂરી મળી ગઈ છે કે મુખ્યમંત્રી અને મંત્રી પરિષદ 17 ઓક્ટોબરે પંચકુલામાં શપથ લેશે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત વરિષ્ઠ નેતાઓ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહેશે.'

ખટ્ટરને રિપ્લેસ કરીને બન્યા હતા સીએમ

નાયબ સિંહ સૈનીએ માર્ચમાં પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરને રિપ્લેસ કરીને મુખ્યમંત્રી પદ સંભાળ્યું હતું. આ બીજી વખત હશે જ્યારે તેઓ રાજ્યના મુખ્યમંત્રી બનશે. આગામી લોકસભાની ચૂંટણી પહેલા સૈનીની નિમણૂકથી હરિયાણાના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે. સૈની ઓબીસી સમુદાયના હોવાથી ભાજપે રાજ્યમાં સામાજિક સમીકરણોનું ધ્યાન રાખ્યું છે.

આ પણ વાંચો: હરિયાણાના કેથલમાં ગમખ્વાર અકસ્માત, નહેરમાં કાર ખાબકતાં 7 લોકોનાં કમકમાટીભર્યા મોત

હરિયાણામાં ત્રીજી વખત બનશે ભાજપ સરકાર 

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં બીજેપીના સામાજિક સમીકરણ અને રણનીતિ કામ કરી ગઈ. જેના કારણે ભાજપે 48 બેઠક સાથે મોટી જીત હાંસલ કરી છે. હરિયાણામાં બીજેપી સતત ત્રીજી વખત સરકાર બનાવશે. 

હરિયાણાના CM થયા કન્ફર્મ, 17 ઓક્ટોબરે PM મોદી અને દિગ્ગજોની હાજરીમાં લેશે શપથ 2 - image



Google NewsGoogle News