Get The App

છત્તીસગઢના અબુઝમાડમાં સુરક્ષાદળોએ કર્યું એન્કાઉન્ટર, 4 નક્સલીઓ ઠાર, 1 હેડ કોન્સ્ટેબલ શહીદ

Updated: Jan 5th, 2025


Google NewsGoogle News
Chhattisgarh


4 Maoists Killed In Chhattisgarh Clash: છત્તીસગઢના અબૂઝમાડ ક્ષેત્રમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં ચાર નક્સલવાદીઓ ઠાર થયા છે. તેમના શબ જપ્ત કરવામાં આવ્યા છે. આ અથડામણમાં સુરક્ષા દળોએ એક-47 અને એસએલઆર સહિત ઓટોમેટિક હથિયારો પણ જપ્ત કર્યા છે.

હેડ કોન્સ્ટેબલ શહીદ

દંતેવાડા ડીઆજીના હેડ કોન્સ્ટેબલ સન્નુ કરમ આ અથડામણમાં શહીદ થયા છે. સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ હજી ચાલુ છે. જેમાં ડીઆરજી (ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ) અને એસટીએફ (સ્પેશિયલ ટાસ્ક ફોર્સ)ના જવાનો તૈનાત છે.

ચાર જિલ્લાના સુરક્ષાદળો તૈનાત

આ અથડામણ છત્તીસગઢના નક્સલ પ્રભાવિત નારાયણપુર અને દંતેવાડા જિલ્લા સુધી વિસ્તરી છે. પોલીસ કર્મીઓએ જણાવ્યા મુજબ, આ અથડામણ નારાયણપુર-અબુઝમાડ બોર્ડર પરથી શરૂ થઈ છે. આ ઓપરેશનમાં આસપાસના ચાર જિલ્લાના સુરક્ષાદળો સામેલ છે.

આ પણ વાંચોઃ કોંગ્રેસને ઝટકો, પત્નીને ટિકિટ ન આપી એટલે દિગ્ગજ નેતાના પાર્ટીને 'રામ-રામ', ભાજપમાં જોડાયા

નક્સલવાદીઓએ ગોળીબાર કર્યો

પોલીસ કર્મીઓએ જણાવ્યું હતું કે, નક્સલ વિરોધી અભિયાનમાં ડીઆરજી અને એસટીએફની સંયુક્ત ટીમને અબુઝમાડ જિલ્લામાં રવાના કરી હતી. આ ટીમ સાંજે 6.00 વાગ્યે નક્સવાદ પ્રભાવિત વિસ્તારમાં પ્રવેશતાં જ નક્સલવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. જેના જવાબમાં સુરક્ષાદળોએ કાર્યવાહી કરી હતી.

છત્તીસગઢમાં પત્રકારની હત્યામાં 3ની ધરપકડ

છત્તીસગઢમાં તંગદિલી સતત વધી રહી છે. શુક્રવારે બીજાપુર જિલ્લામાં પત્રકાર મુકેશ ચંદ્રાકરની હત્યા થઈ હતી. તેનો મૃતદેહ બીજાપુર શહેરના ચટ્ટાનપારા બસ્તીમાં સુરેશ ચંદ્રાકરની માલિકીના પરિસરમાં એક સેપ્ટિક ટેન્કમાંથી મળી આવ્યો હતો. આ મામલે ત્રણ આરોપી મુકેશના પિતરાઈ ભાઈ રિતેશ ચંદ્રાકર, દિનેશ ચંદ્રાકર અને મહેન્દ્ર રામટેકેની ધરપકડ કરવામાં આવી છે. તપાસ કાર્યવાહી માટે એક સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમની પણ રચના કરવામાં આવી છે. મુકેશ ચંદ્રાકર 1 જાન્યુઆરીની રાતથી ગુમ હતો. મુખ્ય આરોપી સુરેશ ચંદ્રાકર કોંગ્રેસનો નેતા અને કોન્ટ્રાક્ટર છે. પરંતુ કોંગ્રેસે દાવો કર્યો છે કે, સુરેશ ભાજપમાં સામેલ થયો હતો. સુરેશ હાલ ફરાર છે.

છત્તીસગઢના અબુઝમાડમાં સુરક્ષાદળોએ કર્યું એન્કાઉન્ટર, 4 નક્સલીઓ ઠાર, 1 હેડ કોન્સ્ટેબલ શહીદ 2 - image


Google NewsGoogle News