Get The App

છત્તીસગઢમાં નવ નક્સલીઓ ઠાર, દંતેવાડા-બીજાપુર સરહદ પર પોલીસ સાથે અથડામણ

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
છત્તીસગઢમાં નવ નક્સલીઓ ઠાર, દંતેવાડા-બીજાપુર સરહદ પર પોલીસ સાથે અથડામણ 1 - image


Chhattisgarh Naxal Encounter : છત્તીસગઢના દંતેવાડા-બીજાપુર જિલ્લાની બૉર્ડર પર લોહાગાંવ પીડિયાના જંગલોમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ મુઠભેડમાં 9 નક્સલવાદીઓ માર્યા ગયાના સમાચાર છે.

પોલીસ દ્વારા મળેલી માહિતી પ્રમાણે નક્સલવાદીઓની PLGA કંપની નંબર 2 સાથે સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં જવાનોએ અત્યાર સુધીમાં 9 નક્સલીઓને ઠાર કર્યા છે. ઘટનાસ્થળેથી નક્સલીઓના મૃતદેહની સાથે  SLR, 303 અને 12 બોરના હથિયારો પણ મળી આવ્યા છે. બીજાપુરના એસપી જિતેન્દ્ર યાદવે આ વાતની પુષ્ટિ કરી છે.

આ પણ વાંચો: મમતા સરકારે વિધાનસભામાં એન્ટી રેપ બિલ રજૂ કર્યું, ભાજપે પણ કર્યું સમર્થન

માઓવાદી ચળવળ અંગે મળી હતી માહિતી 

ઉલ્લેખનીય છે કે, છત્તીસગઢમાં ફરી એકવાર નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, મંગળવાર 3 સપ્ટેમ્બરના રોજ જ્યારે સુરક્ષા દળો પેટ્રોલિંગ પર નીકળી રહ્યા હતા ત્યારે તેમને પશ્ચિમ બસ્તર ડિવિઝનમાં માઓવાદીઓની હિલચાલ હોવાની માહિતી મળી હતી. ત્યાર બાદ મંગળવારે સવારે 10.30 વાગ્યે એન્કાઉન્ટર શરુ થયું. 

આ પણ વાંચો: RSSની લીલી ઝંડી, શું હવે વડાપ્રધાન જાતિગત વસતી ગણતરી કરાવશે?: કોંગ્રેસનો સવાલ

આ પહેલા એન્કાઉન્ટરમાં 3 નક્સલવાદીઓને ઠાર કરાયા 

આ પહેલા 29 ઑગસ્ટે પણ 'એન્ટી નક્સલ' ઑપરેશન હેઠળ નારાયણપુર-કાંકેર બૉર્ડર પર નક્સલવાદીઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન સુરક્ષા દળોએ 3 નક્સલીઓને ઠાર કર્યા હતા.

'એન્ટી નક્સલ' ઑપરેશન સતત ચાલુ

ગત ઑગસ્ટમાં સુરક્ષા દળોએ નક્સલ વિરોધી ઑપરેશનમાં ઘણા નક્સલવાદીઓને પકડીને ઠાર કર્યા હતા. ઑગસ્ટની શરુઆતમાં પણ દંતેવાડા પોલીસને મોટી સફળતા મળી હતી. એન્કાઉન્ટરમાં એક હાર્ડકોર નક્સલી માર્યો ગયો હતો. આ સાથે હથિયારો અને અન્ય વસ્તુઓ પણ મળી આવી હતી.


Google NewsGoogle News