'નિઃસંતાન મહિલાઓને ગર્ભવતી બનાવો, લાખો રૂપિયા મેળવો...' બિહારમાં અનોખી 'નોકરી'નું ભાંડાફોડ, 8 લોકો ઝડપાયા

નવાદા પોલીસની SITએ મુન્ના કુમાર નામના વ્યક્તિના ઘરે દરોડો પડ્યો હતો

આ દરમિયાન પોલીસે આઠ સાઈબર ઠગોની ધરપકડ કરી હતી

Updated: Dec 31st, 2023


Google NewsGoogle News
'નિઃસંતાન મહિલાઓને ગર્ભવતી બનાવો, લાખો રૂપિયા મેળવો...' બિહારમાં અનોખી 'નોકરી'નું ભાંડાફોડ, 8 લોકો ઝડપાયા 1 - image
Image: Representative image

Bihar Pregnancy Syndicate News : બિહારના નવાદામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં પોલીસે એવા સાયબર ગુનેગારોને પકડ્યા છે જેઓ લોકોને એવી ઓફર આપતા હતા કે તેમણે મહિલાઓને ગર્ભિત કરવી પડશે અને તેના બદલામાં તેમને લાખો રૂપિયા આપવામાં આવશે. આ સિન્ડિકેટનું નેટવર્ક દેશભરમાં ફેલાયેલું છે. આ મામલે પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે.

પોલીસે આઠ સાઈબર ઠગોની ધરપકડ કરી

મળેલી માહિતી મુજબ નવાદા પોલીસે સાઈબર ગુનેગારો સામે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે મુફસ્સિલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. આ દરમિયાન પોલીસે આઠ સાઈબર ઠગોની ધરપકડ કરી હતી. આ ઠગો પાસે 9 મોબાઈલ અને 1 પ્રિન્ટર મળી આવ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલા આરોપીઓ ઓલ ઈન્ડિયા પ્રેગ્નન્ટ જોબ (બેબી બર્થ સર્વિસ)ના નામે પૈસાની લાલચ આપતા હતા અને લોકોને છેતરપિંડીનો શિકાર બનાવતા હતા. આ મામલે પોલીસને ગુપ્ત માહિતી મળી હતી. આ પછી પોલીસે દરોડો પાડ્યો હતો.

સિક્યોરિટી મની તરીકે 5થી 20 હજાર રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી

ઠગોએ પુરુષોને કહ્યું કે બેબી બર્થ સર્વિસમાં તમારે નિઃસંતાન મહિલાઓને ગર્ભવતી બનાવવી પડશે, આ માટે તમને મોટી રકમ મળશે. પોતાની વાતોમાં ફસાવ્યા બાદ શરૂઆતમાં આ ઠગો તે શખ્સ પાસેથી 799 રૂપિયા લેતા હતા. આ પછી તેની પાસેથી સિક્યોરિટી મની માંગવામાં આવતી હતી. આ રકમ 5 હજારથી 20 હજાર રૂપિયાની વચ્ચે માંગવામાં આવતી હતી.

મુન્ના કુમાર નામનો વ્યક્તિ સમગ્ર સિન્ડિકેટનો લીડર છે

નવાદા પોલીસની SITએ મુન્ના કુમાર નામના વ્યક્તિના ઘરે દરોડો પડ્યો હતો. પોલીસનું કહેવું છે કે મુન્ના આ સમગ્ર સિન્ડિકેટનો લીડર છે. પોલીસે આ રેકેટના આઠ લોકોની ધરપકડ કરી છે, જ્યારે ડઝનેક આરોપીઓ સ્થળ પરથી ભાગી ગયા છે. આ મામલે ડીએસપી કલ્યાણ આનંદે જણાવ્યું કે આ સાયબર સિન્ડિકેટ દેશભરમાં ફેલાયેલું છે. ધરપકડ કરાયેલા લોકોના કબજામાંથી 9 સ્માર્ટફોન અને એક પ્રિન્ટર મળી આવ્યા છે. આરોપીની પૂછપરછ ચાલુ છે. અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. તેઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.

'નિઃસંતાન મહિલાઓને ગર્ભવતી બનાવો, લાખો રૂપિયા મેળવો...' બિહારમાં અનોખી 'નોકરી'નું ભાંડાફોડ, 8 લોકો ઝડપાયા 2 - image


Google NewsGoogle News