પત્નીનો મૃતદેહ ખાટલા પર ઊંચકી નદી ઓળંગીને ઘરે લાવ્યો પતિ, નીતિશ સરકારની પોલ ખુલી
Nawada News : નવાદાના નક્સલ પ્રભાવિત ગામો હજુ પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. જેમાં ધમની પંચાયતનું ચફેલ ગામમાં સારો રોડ અને પુલ બન્યા ન હોવાથી સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી રહી છે, ત્યારે નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી હોસ્પિટલથી મહિલાનો મૃતદેહ ગામડે લઈને જઈ રહેલા પરિવારજનોને એમ્બ્યુલન્સ ચાલકે નદી પાર કરવાની ના પાડી હતી. આ પછી, પરિવારજનોએ મહિલાના મૃતદેહને ખાટલા પર ઊંચકીને નદી ઓળંગીને ઘરે જવું પડ્યું હતું.
મહિલાના મૃતદેહને ખાટલા પર ઊંચકીને નદી ઓળંગી
આ વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદને કારમે ખુરી નદીમાં બંને કાંઠે વહેલા લાગી છે. નદીમાં ભારે પ્રવાહ લોકોને એક બાજુથી બીજી બાજુ પાર કરવામાં મુશ્કેલીનો ભોગવવી પડી રહી છે, ત્યારે ધમની પંચાયતના ચફેલ ગામના રહેવાસી સુનીલ રાજવંશીના પત્ની નજીકની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ પછી પરિવારજનોએ મૃતક મહિલાના અંતિમ સંસ્કાર માટે ચફેલ લઈ જવા માટે એમ્બ્યુલન્સ ભાડે રાખી હતી. જેમાં કુમહરુઆ-ચફેલને જોડતી ખુરી નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી એમ્બ્યુલન્સ ચાલકે નદી પાર કરવાની ના પાડી હતી. પરિવારજનો મહિલાના મૃતદેહને ખાટલા પર ઊંચકીને નદી ઓળંગીને ઘરે પહોંચ્યા હતા.
આ પણ વાંચો : 21મી સદીનો સૌથી મોટો ચમત્કાર, હવે જન્મજાત નેત્રહીન પણ દુનિયા જોઈ શકશે, મસ્કની કંપનીનો દાવો
આ વિસ્તારમાં સારા પુલ અને રસ્તાની જરૂર છે
આ પછી મહિલાનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. તેવામાં ગામના એક વ્યક્તિએ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. વીડિયોમાં યુવકે કહ્યું કે, 'આ સ્થિતિને જોતા રાજૌલીના ધારાસભ્ય પ્રકાશ વીર, નવાદાના અશોક કુમાર અને નવાદા જિલ્લાના સાંસદ વિવેક ઠાકુરે આ પછાત વિસ્તાર પર ધ્યાન આપવું જોઈએ. આ વિસ્તારમાં સારા પુલ અને રસ્તાની ખૂબ જ જરૂર છે. જેમાં સ્થાનિક વહીવટીતંત્ર પર પણ રોષ ઠાલવ્યો હતો.'
સ્થાનિકોએ શું કહ્યું?
ગામના લોકોએ જણાવ્યું હતું કે, 'ખુરી નદી ચોમાસાની સિઝન પછી કોરી ઝાકળ રહે છે. પરંતુ ચોમાસામાં ભારે વરસાદને કારણે નદીમાં બંને કાંઠે વહેલા લાગી હતી. આઝાદી પછીના સમયથી આ નદી પર પુલ બનાવવામાં આવ્યો નથી. સવાલ એ છે કે, નદી પર ક્યારે પુલ બનાવવામાં આવશે.'
આ પણ વાંચો : વન નેશન વન ઈલેક્શન અંગે મોટા સમાચાર, મોદી સરકારની કેબિનેટે પ્રસ્તાવને મંજૂરી આપી દીધી
અધિકારીઓ શું કહ્યું?
ચફેલ વિસ્તારની ભૌગોલિક સ્થિતિ અને ગ્રામજનોની પ્રાથમિક સુવિધાઓની માહિતી એકત્ર કરવામાં આવશે. જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બ્રિજ બનાવવાની દરખાસ્ત વિભાગ સમક્ષ મૂકવામાં આવશે.