ભારતમાં ભકિત અને શકિતનો મહિમા ગાતી નવરાત્રિ એક પરંતુ ઉપાસના અનેક

નવરાત્રિ ઉત્સવ સ્થાનિક રીતિ રિવાજો અને પરંપરા અનુસાર ઉજવાય છે

જુદી જુદી ઉપાસની વિવિધતામાં એકતાના મેધ ધનુષી રંગો ભરે છે.

Updated: Oct 18th, 2023


Google NewsGoogle News
ભારતમાં ભકિત અને શકિતનો મહિમા  ગાતી  નવરાત્રિ એક પરંતુ ઉપાસના અનેક 1 - image


નવી દિલ્હી, 18 ઓકટોબર,2023,બુધવાર 

દેશમાં ભકિત અને આરાધનાનું પર્વ નવરાત્રિ ઉજવાઇ રહયું છે. નવરાત્રિમાં ગુજરાતનું ગરબો નૃત્ય દુનિયા ભરમાં જાણીતું છે. ભારતમાં ભકિત અને શકિતનો મહિમા ગાતી નવરાત્રિ એક છે પરંતુ તેની ઉપાસના અનેક છે. નવરાત્રિમાં શકિતની અખંડ આરાધના સમગ્ર દેશમાં થાય છે પરંતુ દરેક રાજયમાં સ્થાનિક રીતિ રિવાજો અને પરંપરા અનુસાર અલગ પડે છે. નવરાત્રિ શકિતનું પ્રતિક દુર્ગાને સમર્પિત છે. દક્ષિણના કેટલાક રાજયોમાં જ્ઞાાનની દેવી સરસ્વતી અને અન્ય હિંદુ દેવતાઓના પણ પૂજાપાઠ થાય છે. આ જુદી જુદી ઉપાસના વિવિધતામાં એકતાના મેઘ ધનુષી રંગો ભરે છે. 

ભારતમાં ભકિત અને શકિતનો મહિમા  ગાતી  નવરાત્રિ એક પરંતુ ઉપાસના અનેક 2 - image

(૧) યુપી અને બિહારમાં  યુપી અને બિહારમાં નવરાત્રિ દરમિયાન રામલીલા ધૂમ મચાવે છે. હિંદુ મહાકાવ્ય રામાયણમાંથી ભગવાન શ્રીરામના જીવનને નાટય સ્વરુપે મંચન કરવામાં આવે છે. શકિતની પૂજા થાય છે અને પવિત્ર મંદિરોમાં વિશેષ આરતી થાય છે. સ્થાનિક લોકો પંડાલ સજાવે છે અને શાસ્ત્ર દુર્ગા સપ્તશતિનો પાઠ કરે છે. (૨) પશ્ચિમ બંગાળમાં મહિસાષુર મર્દિની દુર્ગા મા ની પૂજાનું વિશેષ મહત્વ છે.

દર વર્ષે વિવિધ થિમ પર પંડાલમાં કલાત્મક દુર્ગા મૂર્તિઓ સજાવવામાં આવે છે. ગણેશ, લક્ષ્મી અને સરસ્વતીની પણ પૂજા થાય છે. નવરાત્રિ પૂજો એક ભવ્ય પરંપરા છે. નવરાત્રિના ૬ ઠા દિવસે મુખ્ય પુજા શરુ થાય છે. મહાલયા, ષષ્ઠી, મહા સપ્તમી, મહાઅષ્ટમી અને મહાનવમીની પૂજાનું વિશેષ મહત્વ છે.  દસમીના દિવસે દેવી દૂર્ગાને ધામધોમથી વિદાય કરવામાં આવે છે. ઢાકની થાપ,  પંડાલ -હોપિંગ, સ્વાદિષ્ટ વ્યંજનો અને સુંદર પોષાક નવરાત્રિની સૌથી મોટી ઓળખ છે. અસમ, ઝારખંડ અને ત્રિપુરામાં પણ આવી જ રીતે દુર્ગાપૂજા મહોત્સવ ઉજવાય છે. 

ભારતમાં ભકિત અને શકિતનો મહિમા  ગાતી  નવરાત્રિ એક પરંતુ ઉપાસના અનેક 3 - image

(૩) કર્ણાટક રાજયમાં પ્રાચીન શહેર મૈસૂરમાં નવરાત્રિ કે નદહબ્બા ઉત્સવની પરંપરા ૧૭ મી સદીથી ચાલી આવે છે. દુર્ગાએ મહિષાસુર રાક્ષસ પર મેળવેલા વિજયની યાદમાં વિજયનગર રાજવંશ દ્વારા ઉજવણી થરુ થઇ હતી. મૈસુર પેલેસને શાહી દુલ્હનની જેમ સજાવવામાં આવે છે. એક લાખ વધુની રોશનીનો નજારો જોવા લોકો દૂર દૂરથી આવે છે. નવરાત્રિ પછી જંબો સાવરી નામનું એક ભવ્ય દશેરા જુલૂસ મૈસુરના જાહેરમાર્ગો પર નિકળે છે.

હાથીઓને અદભૂત રીતે સજાવવામાં આવે છે. (૪) આંધપ્રદેશમાં મહિલાઓ સૌમ્ય દેવી માં ગૌરીની પૂજા કરે છે. અવિવાહિત મહિલાઓ પોતાની પસંદના જીવનસાથી માટે પુજા કરે છે. આ તહેવારને તેલુગુ ભાષામાં ભથુકમ્મા પાંડુગા કહે છે જેનો અર્થ દેવીમાં જીવિત થાવો એવો થાય છે. દેવીમાંની પૂજા માટે ફૂલોનો ઢગલો બનાવે છે જેને અંતિમ નદી કે તળાવમાં વિસર્જીત કરવામાં આવે છે.

ભારતમાં ભકિત અને શકિતનો મહિમા  ગાતી  નવરાત્રિ એક પરંતુ ઉપાસના અનેક 4 - image

 (૫) છત્તિસગઢના બસ્તરમાં નવરાત્રિ ઉત્સવ ૪૫ દિવસ ચાલે છે. જે આસો મહિનાના શુકલ પક્ષમાં ૧૩ના દિવસે મુરિયા દરબારમાં પરંપરાગત વિધી સાથે સમાપ્ત થાય છે. પહેલાના સમયમાં બસ્તરના મહારાજા દ્વારા લોકપ્રશ્નોને ઉકેલવા માટે એક સભાનું આયોજન કરવામાં આવતું હતું.

(૬) તમિલનાડુમાં નવરાત્રિમાં  સમારોહમાં એક અન્ય રિવાજ કોલુ (ગુડિયાની મૂર્તિઓ)નું પ્રદર્શન થાય છે. હિંદુ ધર્મગ્રંથોના લોકપ્રિય લેજન્ડસને દર્શાવવા માટેનો હેતું રહેલો છે. નવરાત્રીમાં દુર્ગા ઉપરાંત લક્ષ્મી અને સરસ્વતીની પણ અલગ અલગ દિવસે પૂજા થાય છે.  મહાનવમીના દિવસે આયુધોની પૂજા પણ કરવામાં આવે છે. દેવી સરસ્વતીની સાથે કૃષિ ઉપકરણો, પુસ્તકો, સંગીત, વાધતંત્ર, મશીનરી અને ઓટોમોબાઇલને સજાવવામાં આવે છે. 

ભારતમાં ભકિત અને શકિતનો મહિમા  ગાતી  નવરાત્રિ એક પરંતુ ઉપાસના અનેક 5 - image

(૭) હિમાચલ પ્રદેશમાં અનેક દેવી દેવતાઓના મંદિરનું ઘર છે. નવરાત્રિ સમારોહનું ધામધોમથી આયોજન થાય છે. શેષ ભારત પૂજા બંધ થાય ત્યાર પછી નવરાત્રિ શરુ થાય છે. કુલીઘાટીના ઢાલપુર મેદાનમાં ભગવાન રઘુનાથના નવ દિવસ ચાલતા ઉત્સવ સાથે અન્ય દેવતાઓ સાથે પૂજા થાય છે. આ તહેવારો દસમા દિવસે કુલ્લુ દશેરા મનાવવામાં આવે છે. 

(૮) પંજાબમાં નવરાત્રિના નવ દિનસ સિંહવાહિની માં દુર્ગાનું કીર્તન અને રાત જાગરણ થાય છે. શરુઆતના ૭ દિવસોમાં વ્રત રાખવાની પરંપરા છે. અષ્ટમી અને નવમીના દિવસે નૌ કન્યાઓને પૂજન અને ભોગ લગાવવાની પરંપરા છે. આને કંજીકા નામથી ઓળખવામાં આવે છે. (૯)  રાજસ્થાનમાં નવરાત્રિ સાથે જ તહેવારની સીઝન શરુ થઇ જાય છે. રાજસ્થાનમાં નવરાત્રિ પ્રસિધ્ધ દશેરા મેળો જોવાલાયક હોય છે. કોટામાં રાવણનું ૭૨ ફૂટ લાંબુ પુતળુ બાળવામાં આવે છે. 


Google NewsGoogle News