નવરાત્રિમાં ખરીદી માટે 6 દિવસ છે વિશેષ શુભ યોગ, થાય છે લક્ષ્મીજીની કૃપા, જાણો તારીખ-સમય
નવરાત્રિમાં કેટલાક એવા પણ શુભ યોગ બની રહ્યા છે
આ દિવસોમાં ખરીદી કલ્યાણકારી અને ઘરમાં સુખ શાંતિ લાવનારી માનવામાં આવે છે
Image Envato |
તા. 18 ઓક્ટોબર 2023, બુધવાર
Navratri Shubh Yog: શારદીય નવરાત્રિનો આજે બુધવાર અને ચોથા દિવસ છે, આમ તો નવરાત્રિ (Navratri) ના દિવસો પુજા પાઠથી લઈને દરેક કામો માટે શુભ માનવામાં આવે છે. પરંતુ નવરાત્રિમાં કેટલાક એવા પણ શુભ યોગ બની રહ્યા છે, જે ખરીદી (shopping) માટે વિશેષ શુભ માનવામાં આવે છે. આ દિવસોમાં ખરીદી કલ્યાણકારી અને ઘરમાં સુખ શાંતિ લાવનારી માનવામાં આવે છે. આ યોગમાં કરેલા કાર્યો પણ સફળ થાય છે અને તેમના પર માતા દુર્ગા સાથે માતા લક્ષ્મીની કૃપા પણ વિશેષ થાય છે. આવો જાણીએ કે નવરાત્રિથી દશેરા સુધી ક્યા ક્યા શુભ મુહુર્ત છે.
આ વખતે નવરાત્રિમાં પહેલો અમૃત સિદ્ધિ યોગ બુધવારના રોજ આવે છે
હાલના આ દિવસોમાં શારદીય નવરાત્રિ ચાલી રહી છે. શ્રદ્ધાળુઓ માતા રાનીની આરાધના કરતાં હોય છે. નવરાત્રિ પુજા અર્ચના સાથે સાથે દરેક પ્રકારના શુભ કાર્યો અને ખરીદારી માટે વિશેષ શુભ માનવામાં આવે છે. આ વખતે નવરાત્રિમાં પહેલો અમૃત સિદ્ધિ યોગ બુધવારના રોજ આવે છે. આ યોગમાં ખરીદી કરવી ખૂબ સરસ કહેવાય છે. જે આ દશેરા સુધી શુભ યોગ રહેશે, એટલે આ દિવસોમાં લોકો રસ લઈ વિવિધ ખરીદી કરે તેવી સંભાવના રહેલી છે.
ખરીદી કરવા માટેનો ઉત્તમ સમય
18 ઓક્ટોબર
અમૃત સિદ્ધિ યોગ, રવિ યોગ, આયુષ્માન યોગ
(આયુષ્યમાન યોગ સવારે 8.19 વાગ્યાથી, રવિ યોગ, સવાર્થ સિદ્ધિ અને અમૃત સિદ્ધિ યોગ સવારે 6.18 થી રાતના 9.01 કલાક સુધી)
19 ઓક્ટોબર
સૌભાગ્ય યોગ (સવારે 6.54 વાગ્યાથી )
શોભન યોગ 20 ઓક્ટોબર 5.09 કલાક સુધી, રવિયોગ રાતના 9 વાગ્યાથી આગલી સવારે 6.15 કલાક સુધી
20 ઓક્ટોબર
રવિ યોગ
21 ઓક્ટોબર
માતંગ યોગ, સુકર્મા યોગ (22 ઓક્ટોબર 12.37 કલાક સુધી) ધૃતિ યોગ (22 ઓક્ટોબર 9.53 કલાક સુધી) ત્રિપુષ્કર યોગ રાત 7.54 થી 9.53 કલાક સુધી
22 ઓક્ટોબર
સવાર્થ સિદ્ધિ યોગ ( સવારે 6.20 થી સાંજે 6.44 કલાક સુધી) રવિ યોગ (સાંજે 6.44 થી 23 ઓક્ટોબર સવારે 6.21 કલાક સુધી)
23 ઓક્ટોબર
સવાર્થ સિદ્ધિ યોગ (સવારે 6.21 થી સાંજે 5.14 કલાક સુધી ) રવિ યોગ આખો દિવસ