VIDEO : PM નરેન્દ્ર મોદીએ લખેલા 'ગરબા' પર ગીત થયું રિલીઝ, ટ્વિટ કરીને વડાપ્રધાને આભાર વ્યક્ત કર્યો

આ ગીત નવરાત્રિના તહેવાર માટે એક અલગ માહોલ તૈયાર કરી રહ્યુ છે

આ ગીતમાં અવાજ ધ્વનિ ભાનુશાળીએ આપ્યો છે

Updated: Oct 14th, 2023


Google NewsGoogle News
VIDEO : PM નરેન્દ્ર મોદીએ લખેલા 'ગરબા' પર ગીત થયું રિલીઝ, ટ્વિટ કરીને વડાપ્રધાને આભાર વ્યક્ત કર્યો 1 - image

તા. 14 ઓક્ટોબર 2023, શનિવાર

PM Narendra Modi wrote Garba Song: આવતીકાલથી શારદીય નવરાત્રિ (Shardiya Navratri) નો પ્રારંભ થઈ રહ્યો છે, વિવિધ જગ્યાઓ પર માતાજીના ગરબા માટે પુર્વ તૈયારીઓ શરુ થઈને સુશોભન કાર્ય પણ પુરુ થવા આવ્યુ છે. ક્યાંક માતાજીની મુર્તિની સ્થાપના માટેની તૈયારીઓ ચાલી રહી છે. તો ક્યાંક ગરબાના મંડપ સજાવવામાં આવ્યા છે.



આવતીકાલથી નવરાત્રિના નવ દિવસ સુધી અલગ અલગ જગ્યાઓ પર ગરબા રમાશે. તો કેટલીક જગ્યાએ ગરબા કરવા માટે તેમના ગીતોનું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. આ વચ્ચે જેકી ભગનાનીના ડાયનામિક મ્યુઝિક લેવલ જેજસ્ટ મ્યુઝિકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લખાયેલ એક ગરબા પર આધારિત મ્યુઝિક વીડિયો સોંગને યુટ્યુબ પર રિલીઝ કરાયું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કવિતાથી લીધી પ્રેરણા

એક્ટર જેકી ભગનાનીના જણાવ્યા અનુસાર, આ ગીત નવરાત્રિના તહેવારમા એક અલગ માહોલ તૈયાર કરી રહ્યુ છે. આ ગરબા ટ્રેક આ ઉત્સવમાં રંગારંગ છે. પીએમ નરેન્દ્ર મોદીની એક કવિતાથી પ્રેરણા લઈને આ ગરબાને તૈયાર કરવામાં આવ્યો છે.

આ ગીતમાં અવાજ ધ્વનિ ભાનુશાળીએ આપ્યો છે

પ્રધાનમંત્રી મોદી દ્વારા લખવામાં આવેલ ગીતમાં નવરાત્રિના તહેવાર વિશે વાત કરવામાં આવી છે. જે અલગ અલગ રાજ્યોમાં લોકોની સંસ્કૃતિઓ અને પરંપરાઓને ગળે લગાવી એક સમુહમાં લાવવાનું કામ કરે છે. આ ગીતમાં અવાજ ધ્વનિ ભાનુશાળીએ આપ્યો છે અને તેને તનિષ્ક બાગચી દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યો છે.

પીએમ મોદીએ ટ્વીટ કરીને આભાર માન્યો
ધ્વનિ ભાનુશાળી(Dhvani Bhanushali)ને X પર ટેગ કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખ્યું કે, ગરબાની આ મનમોહક પ્રસ્તુતિ માટે ધન્યવાદ પાઠવુ છું. કે જે મે વર્ષો પહેલા લખી હતી. આ કેટલીય યાદોને તાજી કરે છે. મે કેટલાય વર્ષોથી કાંઈજ લખ્યુ નથી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં હું એક નવો ગરબો લખવામાં સફળ થયો છું. જેને હું નવરાત્રિ દરમ્યાન શેર કરીશ.

VIDEO : PM નરેન્દ્ર મોદીએ લખેલા 'ગરબા' પર ગીત થયું રિલીઝ, ટ્વિટ કરીને વડાપ્રધાને આભાર વ્યક્ત કર્યો 2 - image



Google NewsGoogle News