Get The App

નવજોત સિંહ સિદ્ધૂ લોકસભા ચૂંટણીના બદલે IPLમાં કોમેન્ટ્રી કરતા દેખાશે! કોંગ્રેસ છોડવાની ઉડી હતી અફવા

Updated: Mar 19th, 2024


Google NewsGoogle News
નવજોત સિંહ સિદ્ધૂ લોકસભા ચૂંટણીના બદલે IPLમાં કોમેન્ટ્રી કરતા દેખાશે! કોંગ્રેસ છોડવાની ઉડી હતી અફવા 1 - image


Image Source: Facebook

નવી દિલ્હી, તા. 19 માર્ચ 2024 મંગળવાર

કોંગ્રેસ નેતા અને પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધૂ આગામી લોકસભા ચૂંટણીથી અંતર રાખી શકે છે. તેઓ ઈન્ડિયન પ્રીમીયર લીગ (IPL) માં કોમેન્ટ્રી કરતા નજર આવશે. નવજોત સિંહ સિદ્ધુએ પત્નીની અસ્વસ્થતાના કારણે લોકસભા ચૂંટણી લડવાથી મનાઈ કરી દીધી હતી. કોંગ્રેસ નવજોત સિંહ સિદ્ધુએ પટિયાલાથી ચૂંટણી મેદાનમાં ઉતારવાની તૈયારીમાં હતી પરંતુ નવજોત સિંહ સિદ્ધુએ કેન્સરથી પીડિત પોતાની પત્નીની સારવારને સમય આપવા અને પત્નીના ખરાબ સ્વાસ્થ્યનો હવાલો આપતા લોકસભા ચૂંટણી લડવાથી ઈનકાર કરી દીધો. 

કોંગ્રેસ છોડવાની ઉડી હતી અફવા

આ દરમિયાન એ પણ ખબર આવી હતી સિદ્ધુની પંજાબ કોંગ્રેસના નેતૃત્વથી વિવાદ ચાલી રહ્યો છે. અફવા એ પણ ઉડી હતી કે તેઓ પાછા ભાજપમાં સામેલ થશે. અફવા પર સિદ્ધૂની ટીમે કહ્યુ તેઓ કોંગ્રેસ અને રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીની સાથે મજબૂતીથી ઊભા છે. અટકળોની વચ્ચે નવજોત સિંહ સિદ્ધુએ X પર રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની સાથે પોતાની તસવીર વાળી જૂની રિ પોસ્ટ શેર કરી. આ પોસ્ટ નવજોત સિંહ સિદ્ધુની 3 એપ્રિલ 2023 ત્યારની હતી જ્યારે તેઓ રોડવેજના મામલે 1 વર્ષની સજા કાપ્યા બાદ જેલમાંથી બહાર આવ્યા હતા અને રાહુલ અને પ્રિયંકા ગાંધીને મળવા ગયા હતા. આ પોસ્ટમાં તેમણે રાહુલ ગાંધીને પોતાના મેંટોર ગણાવ્યા હતા.

પંજાબ કોંગ્રેસ સંગઠન દ્વારા નવજોત સિંહ સિદ્ધુ સામે શિસ્તની કાર્યવાહીની વાત પણ ઉઠી હતી. કોંગ્રેસ હાઈકમાન્ડને પત્ર પણ લખવામાં આવ્યો હતો. તે રિપોર્ટનો જવાબ નવજોત સિંહ સિદ્ધુએ X પર શાયર અંદાજમાં આપ્યો હતો. સિદ્ધુએ પોતાની પોસ્ટમાં લખ્યુ હતુ કે પોતાના વિરુદ્ધની વાતો હું મૌનથી સાંભળુ છુ. જવાબ આપવાનો હક મે સમયને આપ્યો છે.

સિદ્ધુએ 1 ફેબ્રુઆરીએ પંજાબ પ્રદેશ ઈલેક્શન કમિટીના મેમ્બર હોવા છતાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્ર યાદવ દ્વારા બોલાવવામાં આવેલી ઈલેક્શન કમિટીની બેઠકમાં ન આવીને તેમના સમાંતર એક અન્ય બેઠક બોલાવી દીધી હતી જેમાં તેમણે પંજાબ કોંગ્રેસના 3 પૂર્વ અધ્યક્ષોને પણ બોલાવ્યા. નવજોત સિંહ સિદ્ધૂની ઈલેક્શન કમિટીની મહત્વપૂર્ણ બેઠકમાં ન જઈને તેમના સમાંતર એક બિન-સત્તાવાર બેઠક બોલાવવાને પંજાબ કોંગ્રેસ સંગઠને ઈન-ડિસીપ્લિન ગણાવી અને નવજોત સિંહ સિદ્ધુ સામે કાર્યવાહીની માંગ કરી. 

2004માં રાજકારણમાં એન્ટ્રી

સિદ્ધુ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેઓ પંજાબ સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. કોંગ્રેસમાં સામેલ થયા પહેલા સિદ્ધૂ ભાજપમાં હતા. 2004માં તેઓ ભાજપમાં જોડાયા હતા. અમૃતસરથી તેઓ સાંસદ ચૂંટાયા હતા. 2014 સુધી તેઓ આ બેઠકથી એમપી રહ્યા. 2016માં ભાજપે તેમને રાજ્યસભા મોકલ્યા પરંતુ બાદમાં તેમણે પાર્ટી છોડી દીધી. 2017માં તેઓ કોંગ્રેસમાં સામેલ થઈ ગયા અને અમૃતસર પૂર્વથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી જીત્યા પરંતુ 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ હારી ગયા.

રાજકારણમાં આવ્યા પહેલા સિદ્ધુ ક્રિકેટમાં હતા. તેઓ ટીમ ઈન્ડિયાના ઓપનર રહી ચૂક્યા છે. તેઓ 51 ટેસ્ટ મેચ અને 136 વનડે મેચ રમ્યા. ક્રિકેટથી સંન્યાસ બાદ તેઓ કોમેન્ટ્રીમાં ઉતર્યા અને પોતાની વન લાઈનર માટે જવા લાગ્યા. તેઓ કોમેડી નાઈટ્સ વિથ કપિલ અને ધ કપિલ શર્મા શો માં પણ નજર આવ્યા.


Google NewsGoogle News