નવજોત સિંહ સિદ્ધુની લોકસભા ચૂંટણીમાં AAP સાથે ગઠબંધન અંગે આવી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું
પંજાબ કોંગ્રેસના વરિષ્ટ નેતા નવજ્યોત સિંહ સિદ્ધિુએ ફરી એકવાર આમ આદમી પાર્ટી પર નિશાન તાક્યું છે
સિદ્ધએ કેજરીવાલ અને મુખ્યમંત્રી માન પર લગાવ્યો મોટો આરોપ
Image Wikipedia |
તા. 17 ડિસેમ્બર 2023, રવિવાર
પંજાબ કોંગ્રેસ (Punjab Congress)ના વરિષ્ટ નેતા નવજ્યોત સિંહ સિદ્ધિુ (Navjot Singh Sidhu)એ ફરી એકવાર આમ આદમી પાર્ટી (AAM AADMI PARTY)પર નિશાન તાક્યું છે. આ સાથે સાથે I.N.D.I.A ગઠબંધનમાં AAP સાથે ગઠબંધનને લઈને પણ તેમની પ્રતિક્રિયા આપી છે. સિદ્ઘુએ પંજાબ સરકાર પર આરોપ મુક્યો છે કે, કેન્દ્ર સરકારે જે ઉદ્દેશ્ય સાથે હજારો કરોડોનું ફંડ આપ્યું છે, તે ઉદ્દેશ્ય પ્રમાણે ફંડનો ઉપયોગ થયો નથી. તેના કારણે કેન્દ્ર સરકાર પંજાબને ફંડ નથી આપી રહી. પ્રદેશમાં સતત આવક ઘટી રહી હોવાના કારણે નાણાંકીય કટોકટી લગાવવાની નોબત આવી ગઈ છે.
સિદ્ધએ કેજરીવાલ અને મુખ્યમંત્રી માન પર લગાવ્યો મોટો આરોપ
કોંગ્રેસ નેતા નવજ્યોત સિંહ સિદ્ધુએ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને મુખ્યમંત્રી માન પર આરોપ મુક્યો છે કે, ચૂંટણી પહેલા તેમના દ્વારા મોટા- મોટા વાયદા કરવામા આવ્યા હતા કે આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો પ્રદેશમાં કોઈ ધરણા નહીં થાય, કોઈ હડતાળ નહી થાય. તેમજ ભ્રષ્ટાચાર અને નશો ખત્મ થઈ જશે, પરંતુ સરકાર બનાવ્યા બાદ તો તે ડબલ થઈ ગયા છે. સિદ્ધુએ તાલુકા લેવલે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે જ્યારે કોઈ પોલીસ અને ડ્રગ્સ સ્મગલરો વચ્ચેની સાંઠગાંઠ ખતમ નહીં થાય ત્યાં સુધી નશાની લત નાબુદ નહીં થાય.
I.N.D.I.A ગઠબંધનને લઈને બોલ્યા સિદ્ધુ
કોંગ્રેસ હાઈકમાન્ડ તરફથી આમ આદમી પાર્ટી સાથે લોકસભા ચૂંટણીમાં ગઠબંધનના પ્રશ્ન મુદ્દે સિદ્ધુએ કહ્યુ કે, તેઓ હાઈકમાન્ડના આદેશ પર સૈનિક તરીકે ગઠબંધન માટે કામગીરી બજાવશે.