ચૂંટણી હારી ગયા બાદ પણ આ દિગ્ગજે બનાવી 'શેડો કેબિનેટ', રાજ્યની સરકાર પર રાખશે ચાંપતી નજર
Naveen Patnaik Makes Shadow Cabinet In Orissa: ઓડિશાના પર્વ મુખ્યમંત્રી નવીન પટનાયક રાજ્યમાં ભલે વિપક્ષના નેતાની ભૂમિકા નિભાવી રહી છે. પરંતુ તેઓએ એક ખાસ પ્રકારની કેબિનેટની રચના કરી છે. તેમણે પોતાના પક્ષ બીજુ જનતા દળના 50 ધારાસભ્યોની એક શેડો કેબિનેટ બનાવી છે.
આ કેબિનેટમાં તેમણે અનુભવી ધારાસભ્યોને જવાબદારી સોંપી છે કે, તે મોહન માઝી સરકારના કામકાજ પર નજર રાખશે. આ 50 ધારાસભ્યોનું કામ ઓડિશા સરકારના કેબિનેટ દ્વારા લેવામાં આવેલા નિર્ણયોની સમીક્ષા કરવાનં છે. તેમજ તેઓ શાસક પક્ષની ભૂલો પર તેમજ સમય-સમય પર જરૂર જણાય ત્યારે રાજ્યના વિવિધ વિભાગના મંત્રીઓને ટકોર કરવાનું કામ કરશે.
નવીન પટનાયક સરકારમાં નાણા મંત્રી રહી ચૂકેલા પ્રસન્ના આચાર્ય નાણાં વિભાગ પર નજર રાખશે, જ્યારે વહીવટ અને જાહેર ફરિયાદોની દેખરેખ પ્રતાપ દેબ કરશે. પૂર્વ મંત્રી પુજારી ગૃહ, ખાદ્ય અને ગ્રાહક કલ્યાણ વિભાગોની નજર રાખશે.
આ પણ વાંચોઃ કોંગ્રેસના ધારાસભ્યની ધરપકડથી હડકંપ, હરિયાણામાં EDની મોટી કાર્યવાહી, ગેરકાયદે ખનનનો આરોપ
આ દેશોમાં શેડો કેબિનેટની પરંપરા
લોકશાહી દેશોમાં વિપક્ષ સરકારના કામકાજ પર નજર રાખવા માટે પોતાના ધારાસભ્યો અને સાંસદોની એક શેડો કેબિનેટ તૈયાર કરે છે. ઓસ્ટ્રેલિયા, કેનેડા, બ્રિટન જેવા દેશોમાં શેડો કેબિનેટની પરંપરા છે. હાલમાં જ બ્રિટિશ સાંસદ નેતા ઋષિ સુનકે શેડો કેબિનેટની રચના કરી છે. ઉલ્લેખનીય છે, પૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયક ઘણા વર્ષો સુધી બ્રિટનમાં રહી ચૂક્યા છે. તેમણે બ્રિટનનો આ કોન્સેપ્ટ અપનાવ્યો છે.
દેશમાં અગાઉ પણ વિપક્ષોએ શેડો કેબિનેટનું નિર્માણ કર્યુ હતું
રાજસ્થાનમાં કોંગ્રેસના ધારાસભ્ય અને વિપક્ષ નેતા ટીકારામ જૂલીએ રાજ્યમાં શેડો કેબિનેટ બનાવવાની વાત કરી હતી. ઉલ્લેખની છે, અગાઉ વર્ષ 2005માં મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાએ વિલાસરાવ દેશમુખના નેતૃત્વ હેઠળ કોંગ્રેસ-એનસીપીની સરકાર પર નજર રાખવા શેડો કેબિનેટનું નિર્માણ કર્યું હતું. 2015માં મધ્યપ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણ સરકાર દરમિયાન કોંગ્રેસે આ કોન્સેપ્ટનો ઉપયોગ કર્યો હતો. 2018માં કેરળના પિનરાઈ વિજયન સરકારના કામકાજ પર નજર રાખવા વિપક્ષ દ્વારા શેડો કેબિનેટની રચના થઈ હતી.