25 જાન્યુઆરીએ જ કેમ ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય મતદાતા દિવસ? જાણો આ દિવસનું ઐતિહાસિક મહત્ત્વ

આ દિવસના માધ્યમથી જ લોકોને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે

આ દિવસે જાગૃતિ અભિયાન ચલાવીને નવા મતદારોનો મતદાર યાદીમાં સામેલ કરવામાં આવે છે

Updated: Jan 25th, 2024


Google NewsGoogle News
25 જાન્યુઆરીએ જ કેમ ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય મતદાતા દિવસ? જાણો આ દિવસનું ઐતિહાસિક મહત્ત્વ 1 - image


National Voters Day 25 January 2024 Date, Theme, Pledge: ભારત એક લોકતાંત્રિક દેશ છે અને લોકતંત્રનો પાયો મતાધિકાર છે. જ્યાં 18 વર્ષની ઉંમર ધરાવતા દરેક નાગરિકને કોઈ જ ભેદભાવ કે દબાણ વગર પોતાના પસંદના નેતા ચૂંટવાનો અધિકાર છે. નાગરિકોને તેમના મતદાન અધિકારો વિશે જાગૃત કરવાના અને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી ભારતમાં દર વર્ષે 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવામાં આવે છે. આપણા દેશમાં હજુ પણ એવા ઘણા લોકો છે જેમનું ચૂંટણી કાર્ડ પણ નથી બન્યું. આથી આ દિવસે જાગૃતિ અભિયાન ચલાવીને નવા મતદારોનો મતદાન યાદીમાં સામેલ કરવામાં આવે છે. તેમજ ભારતીય ચૂંટણી પંચ દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે અનેક કાર્યક્રમોનું આયોજન કરે છે. 

રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવાની ક્યારથી થઈ શરૂઆત?

વર્ષ 2011 માં પ્રથમ વખત 25મી જાન્યુઆરીએ તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી. આજે ભારત તેનો 14મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવા જઈ રહ્યું છે.

શા માટે 25 જાન્યુઆરીએ જ ઉજવવામાં આવે છે?

આપણા દેશને વર્ષ 1947 માં આઝાદી મળી અને ત્યારબાદ ત્રણ વર્ષ પછી એટલે કે 26 જાન્યુઆરી, 1950 માં ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું. બંધારણ અમલમાં આવ્યાના એક દિવસ પહેલા 25 જાન્યુઆરી, 1950 ના રોજ ભારતના ચૂંટણી પંચની (Election Commission of Indi) સ્થાપના કરવામાં આવી હતી. આ કારણે જ વર્ષ 2011 થી દર વર્ષે 25મી જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યુ હતુ. આ સિવાય પહેલા મતદાન કરવાની ઉંમર 21 વર્ષ હતી. પરંતુ 1988 માં 61મા બંધારણીય સુધારામાં તે ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી હતી. 

રાષ્ટ્રીય મતદાતા દિવસનું મહત્ત્વ અને થીમ 

મજબૂત લોકશાહીના પાયામાં મતદારોની બહુ મોટી ભૂમિકા હોય છે. આવી સ્થિતિમાં, રાષ્ટ્રીય મતદાતા દિવસ દેશના નાગરિકોને વધુ સારા લોકતાંત્રિક ભવિષ્યમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવાનું કામ કરે છે. વર્ષ 2024ની રાષ્ટ્રીય મતદાતા દિવસની થીમ 'Nothing Like Voting, I Vote For sure'છે. 

25 જાન્યુઆરીએ જ કેમ ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય મતદાતા દિવસ? જાણો આ દિવસનું ઐતિહાસિક મહત્ત્વ 2 - image


Google NewsGoogle News