National Tourism Day 2024: ફરવાનો પ્લાન કરી રહ્યાં છો? તો આ છે ભારતના બજેટ ફ્રેન્ડલી સ્થળો
નવી મુંબઇ,તા. 25 જાન્યુઆરી 2024,ગુરુવાર
25 જાન્યુઆરીએ નેશનલ ટૂરિઝમ ડે ઉજવવામા આવે છ, આ દિવસની શરુઆત 1948માં થઇ હતી. પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય પ્રવાસન દિવસ ઉજવવામાં આવે છે. પ્રવાસન દ્વારા, લોકોને માત્ર મુસાફરીનો અનુભવ જ નથી મળતો, પરંતુ તે ઘણા લોકોને આજીવિકા પણ પુરી પાડે છે. દેશની જીડીપી વધારવામાં પ્રવાસનનું પણ મહત્વનું યોગદાન છે.
ટ્રાવેલિંગ કોને પસંદ નથી, પરંતુ કેટલીકવાર બજેટના કારણે લોકો મુસાફરી કરી શકતા નથી. આવી સ્થિતિમાં, જો તમે બજેટ ફ્રેન્ડલી ટ્રિપ પ્લાન કરવા માંગો છો, તો આ ટુરરિસ્ટ સ્પોટ્સ તમારા માટે બજેટ ફ્રેન્ડલી છે.જેમાં પર્વતો, નદી, રિવર રાફ્ટિંગ અને એડવેન્ચરનો પણ સમાવેશ થાય છે.
ઋષિકેશ, ઉત્તરાખંડ
ટુરિસ્ટ સ્પોટ્સ: ત્રિવેણી ઘાટ, લક્ષ્મણ ઝુલા, બીટલ્સ આશ્રમ, રિવર રાફ્ટિંગ
સ્ટે: ગંગાના કિનારે ઘણાં બજેટ-ફ્રેંડલી ગેસ્ટ હાઉસ અને હોસ્ટેલ.
ટ્રાન્સપોર્ટ: હરિદ્વાર માટે બસ અથવા ટ્રેન અને પછી ઋષિકેશ માટે લોકલ ટ્રાન્સપોર્ટ.
મેકલોયોડગંજ (ધર્મશાળા), હિમાચલ પ્રદેશ
ટુરિસ્ટ સ્પોટ્સ: ભગસુ વોટરફોલ, નમગ્યાલ મઠ, ત્રિઉંડ ટ્રેક
સ્ટે: અહીં ઘણા બજેટ ગેસ્ટ હાઉસ અને હોસ્ટેલ 500-1000 રૂપિયામાં ઉપલબ્ધ છે.
ટ્રાન્સપોર્ટ: સ્લીપર બસ અથવા બજેટ ટ્રેન એક વિકલ્પ છે.
પોંડિચેરી
ટુરિસ્ટ સ્પોટ્સ: પ્રોમેનેડ બીચ, ઓરોબિંદો આશ્રમ, ઓરોવિલે, ફ્રેન્ચ ક્વાર્ટર
સ્ટે: ફ્રેન્ચ ક્વાર્ટરમાં બજેટ ગેસ્ટ હાઉસ અને હોસ્ટેલ.
ટ્રાન્સપોર્ટ: બસો અથવા બજેટ ટ્રેનો.
પુષ્કર, રાજસ્થાન
ટુરિસ્ટ સ્પોટ્સ: પુષ્કર તળાવ, બ્રહ્મા મંદિર, પુષ્કર કેમલ ફેર
સ્ટેઃ બજેટ ગેસ્ટ હાઉસ અને તળાવની આસપાસ હોસ્ટેલ.
ટ્રાન્સપોર્ટ: જયપુર અથવા અજમેરથી બસ અથવા ટ્રેન.
કસોલ, હિમાચલ પ્રદેશ
ટુરિસ્ટ સ્પોટ્સ: પાર્વતી નદી, મણિકરણ સાહિબ, ખીરગંગા ટ્રેક
સ્ટે: કસોલ ગામમાં બજેટ ગેસ્ટ હાઉસ અને હોસ્ટેલ.
ટ્રાન્સપોર્ટ: દિલ્હીથી ભુંતર સુધી બસો અથવા રાતોરાત વોલ્વો, પછી કસોલ સુધી લોકલ ટ્રાન્સપોર્ટ.
બજેટ મુસાફરી માટેની ટિપ્સ
ઑફ-સિઝન મુસાફરી: ઑફ-સિઝન દરમિયાન હોટેલ અને પરિવહનની કિંમતો ઘણીવાર ઓછી હોય છે. સ્ટ્રીટ ફૂડ: ગમે તે સ્થળની મુલાકાત લો પણ ત્યાનું સ્થાનિક સ્ટ્રીટ ફૂડ જરુર ટ્રાય કરો.
પ્રી-બુકિંગ: સારા ડિસ્કાઉન્ટ માટે પહેલાંથી જ સ્ટે અને ટ્રાન્સપોર્ટને બુક કરી લો.