NTA: CUET-PG 2024નું શેડ્યુલ જાહેર, મે મહિનામાં ડાઉનલોડ કરી શકાશે પ્રવેશપત્ર
અરજીની પ્રક્રિયા 27મી ફેબ્રુઆરીથી 26મી માર્ચ સુધી ચાલશે
પરીક્ષા 15 મે થી 31 મે દરમિયાન લેવામાં આવશે
National Testing Agency: નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ મંગળવારે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ (CUET-PG) 2024નું શેડ્યૂલ બહાર પાડ્યું છે. સીયુઈટી-પીજી માટે અરજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. નોંધનીય છે કે પરીક્ષા 15 મેથી 31 મે દરમિયાન હાઇબ્રિડ મોડમાં દરરોજ બે કે ત્રણ શિફ્ટમાં લેવામાં આવશે. પરીક્ષાનું પરિણામ 30 જૂને જાહેર કરવામાં આવશે.
પ્રવેશપત્ર મે મહિનામાં ડાઉનલોડ કરી શકાશે
અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સમાં પ્રવેશ માટે મહત્ત્વપૂર્ણ પરીક્ષા વિદેશના 26 શહેરો સહિત 380 શહેરોના કેન્દ્રો પર 13 ભાષાઓમાં લેવામાં આવશે. અરજીની પ્રક્રિયા 27મી ફેબ્રુઆરીએ શરૂ થઈ હતી અને 26મી માર્ચે પૂરી થશે. ઉમેદવારો મેના બીજા સપ્તાહથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે. સીયુઈટી-પીજી 2024 શૈક્ષણિક સત્ર 2024-25 માટે હાઇબ્રિડ મોડમાં હાથ ધરવામાં આવશે.
પરીક્ષા 13 ભાષાઓમાં લેવામાં આવશે
અંગ્રેજી, હિન્દી, આસામી, બંગાળી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દુ આ 13 ભાષાઓમાં આ પરીક્ષા યોજવામાં આવશે. ઉમેદવારોને અગાઉની આવૃત્તિઓથી વિપરીત વધુમાં વધુ છ વિષયો પસંદ કરવાની મંજૂરી આપવામાં આવશે જ્યારે તેઓ વધુમાં વધુ 10 વિષયોમાં હાજર થઈ શકે. ઉમેદવારોની સંખ્યા અને વિષયની પસંદગીના આધારે પરીક્ષા બે કે ત્રણ શિફ્ટમાં લેવામાં આવશે.