દેશમાં બસ દુર્ઘટનાઓ વધી : એક વર્ષમાં 10 હજાર લોકોના મોત, મંત્રાલયે કહ્યું, ‘ડ્રાઈવરો કરે છે આ ભૂલ’
Accidents Report of the Ministry of Road Transport : કેન્દ્રીય સરકારના એક રિપોર્ટ પ્રમાણે, વર્ષ 2022માં વાહનોએ કાબૂ ગુમાવાના કારણે 2,059 જેટલું દુર્ઘટાઓ સર્જાઈ. જ્યારે ગત વર્ષે આ આંકડો 19,478 હતો. જેમાં ઓવરસ્પિડમાં સૌથી વધુ અકસ્માત થયાં હોવાનું સામે આવ્યું છે. દેશમાં બસ દુર્ઘટનાઓ વધી રહી છે, તેવામાં એક વર્ષમાં આશરે 10 હજાર જેટલા લોકોના મોત થયા હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.
દેશમાં બસ અકસ્માતની ઘટનામાં વધારો
ખતરનાક રસ્તાઓ, મોટા વાહનો, અયોગ્ય ડ્રાઈવરો અને ઓવરલોડિંગના કારણે ઉત્તરાખંડના અલ્મોડામાં બસ અકસ્માતમાં 36 લોકોએ જીવ ગુમાવ્યાની ઘટના આપણા દેશમાં માર્ગ સલામતીની મૂળભૂત ખામીઓ અને નબળાઈઓ તરફ ધ્યાન દોરે છે. બસો અવારનવાર અકસ્માતનો ભોગ બને છે અને આ સંખ્યા વધી રહી છે.
આશરે 10 હજાર લોકોના મોત
માર્ગ પરિવહન મંત્રાલયના રિપોર્ટ પ્રમાણે, 2022માં ડ્રાઇવરો દ્વારા તેમના વાહનો પરનો કાબૂ ગુમાવવાથી થતા અકસ્માતોની સંખ્યામાં પાંચ ટકાથી વધુનો વધારો થયો છે. આવા અકસ્માતોમાં 9,862 લોકોએ જીવ ગુમાવ્યા છે. 2023ના આંકડા આવતા સપ્તાહે જાહેર થવાની ધારણા છે, ત્યારે આ સંખ્યામાં દસ ટકાનો વધારો થયો છે.
રોડ સેફ્ટી એક્સપર્ટે શું કહ્યું?
મંત્રાલય અકસ્માતોના આ કિસ્સાઓને રન ઓફ ધ રોડ શ્રેણીમાં રાખે છે, એટલે કે વાહન નિયંત્રણ ગુમાવાથી અકસ્માત સર્જાઈ છે. જેમાં ઉત્તરાખંડ જેવા પહાડી વિસ્તારોમાં ખાડાઓમાં પડી જવાથી પણ વાહનોનો અકસ્માત સર્જાઈ છે. રોડ સેફ્ટી એક્સપર્ટ અનુરાગ કુલશ્રેષ્ઠનું કહેવું છે કે, અકસ્માતની દુર્ઘટના દુ:ખદ છે, પરંતુ તેના કારણો એ જ છે જે અગાઉ પણ જાણવા મળ્યા હતા. મોટાભાગના ડ્રાઇવરો સંપૂર્ણ પ્રશિક્ષિત નથી અને સામાન્ય સુરક્ષા ધોરણોનું પાલન કરવામાં આવતું નથી.
ઓવરલોડિંગથી વધુ જોખમ રહે છે
જો ઉત્તરાખંડમાં અકસ્માતનો ભોગ બનેલી બસમાં તેની ક્ષમતા કરતા વધુ મુસાફરો હતા, તો તે સ્પષ્ટ છે કે આ બસના સંતુલન અને ગતિને અસર પડે. દરેક બસને બેઠક ક્ષમતા એટલે કે તેમાં ઉપલબ્ધ સીટોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી હોય છે. ઓવરલોડિંગ જેટલું વધારે છે, જોખમ વધારે છે. 2022માં બસને લઈને પાંચ હજારથી વધુ દુર્ઘટનાઓ સર્જાઈ, જેમાં 1798 લોકોના મોત થયા. ઉત્તરાખંડની દુર્ઘટના પરથી જાણવા મળે છે કે, વાહન ચાલકને જોંકુ આવી જતા વાહન પર કાબૂ ગુમાવવાથી દુર્ઘટના સર્જાઈ.
મનોવૈજ્ઞાનિક સમસ્યાઓથી પીડાય છે
અનુરાગ કુલશ્રેષ્ઠના જણાવ્યા મુજબ, માર્ગ સલામતી માટે કામ કરતી તેમની સંસ્થાએ ગયા વર્ષે ગુરુગ્રામમાં સોથી વધુ ડ્રાઇવરોના સ્વાસ્થ્ય અને માનસિક સ્તરની તપાસ કરી હતી અને તેમાંથી અડધાથી વધુ લોકો બ્લડ પ્રેશર અથવા કોઈ માનસિક સમસ્યાથી પીડિત હોવાનું જણાયું હતું. કામ કરવાની પરિસ્થિતિઓ તેમના માટે વ્યવસાયિક રીતે યોગ્ય નથી.
આ પણ વાંચો : VIDEO: આગ્રામાં સેનાનું એરક્રાફ્ટ ક્રેશ, હવામાં જ પ્લેનમાં આગ લાગ્યા બાદ ખેતરમાં પડ્યું
આવી સ્થિતિમાં, ઉત્તરાખંડ જેવા જોખમી સ્થળોએ વાહનો ચલાવવું તેમના માટે સ્વાભાવિક રીતે જોખમી રહે છે. સમસ્યા એ પણ છે કે જેમની પાસે માન્ય લાઈસન્સ નથી તેવા લોકો પણ કોમર્શિયલ વાહનો ચલાવી રહ્યા છે. લગભગ 12 ટકા અકસ્માતો આવા ડ્રાઇવરોના કારણે થાય છે.