Get The App

દેશમાં 18 ટકા લોકો 'અભણ', ગુજરાતમાં 15 ટકાને તો સરવાળા-બાદબાકી નથી આવડતા : ચિંતાજનક સર્વે

Updated: Nov 16th, 2024


Google NewsGoogle News
national-sample-survey


National Sample Survey : ભારતનું બંધારણ તમામ બાળકોને શિક્ષણનો અધિકાર આપે છે. સરકારની જવાબદારી છે કે તેઓ દરેક બાળકોને મફત શિક્ષણ આપે. પરંતુ એવું શું બને છે કે બાળક ભણવા નથી માગતું? આ વાત એટલા માટે કારણ કે સરકારના જ એક સર્વેમાં સામે આવ્યું છે કે ઘણાં બધા બાળકો એવા છે કે ખુદ જ નથી ભણવા માગતા, એટલા માટે તેઓ શાળાએ જતાં જ નથી.

નેશનલ સેમ્પલ સર્વેનો એક રિપોર્ટ આવ્યો છે. જે સર્વેમાં સામે આવ્યું છે કે, ભારતમાં અંદાજિત 2 ટકા બાળકો એવા છે, જે ક્યારેય શાળાએ નથી ગયા. કેરળ એક માત્ર એવું રાજ્ય છે, જ્યાં તમામ બાળકો શાળાએ ગયા છે.

આ સર્વેમાં ચોંકાવનારી વાત એ સામે આવી છે કે શાળાએ ન જવાનું મોટું કારણ આર્થિક તંગી નથી. પરંતુ, બાળકો એટલા માટે શાળાએ નથી જતાં કારણ કે તેઓ ખુદ જ નથી ભણવા માગતા અથવા તો તેમના માતા-પિતા તેમને ભણાવવા નથી ઇચ્છતા.

આ પણ વાંચો : ટ્રમ્પની ટીમ 2.0: બિઝનેસ અને હિન્દુત્વને સમર્થન, સગીરાનું શોષણના આરોપીને એટર્ની જનરલ બનાવ્યા

સર્વેમાં સામે આવ્યું છે કે જે બાળકો શાળાએ નથી ગયા, તેમાંથી અંદાજિત 17 ટકા બાળકોને શાળાએ ન જઈ શકવાનું કારણ આર્થિક તંગી હતી. જ્યારે અંદાજિત 24 ટકા બાળકો એટલા માટે શાળાએ નથી ગયા કારણ કે તેઓ ભણવા નથી ઇચ્છતા. 21 ટકા બાળકો એટલા માટે શાળાથી દૂર છે કારણ કે તેમના માતા-પિતા નથી ઈચ્છતા કે તે ભણે. જ્યારે 13 ટકા બાળકો કોઈ બીમારી કે દિવ્યાંગતાના કારણે શાળાએ નથી જઈ શકતા.

2011માં જ્યારે છેલ્લી વખત વસ્તી ગણતરી થઈ હતી, ત્યારે સામે આવ્યું હતું કે ભારતમાં 78 કરોડ લોકો શિક્ષિત છે. પરંતુ તેમાં એ પણ સામે આવ્યું હતું કે, તેમાંથી 40 કરોડ એવા છે જેમને પોતાનું નામ પણ બરાબર નથી લખતા આવડતું, એટલે ભણવા-લખવા વાળી અડધી વસ્તી માત્ર નામની ભણેલી હતી.

નેશનલ સેમ્પલ સર્વેનો રિપોર્ટ સામે આવ્યું છે કે, 15 વર્ષથી વધુ ઉંમરના 81.6 ટકા લોકો જ એક સામાન્ય વાક્ય વાંચી કે લખી શકે છે. તેનો મતલબ એ થયો કે હજુ પણ 18 ટકાથી વધુ વસ્તી એવી છે જે દરરોજના જીવનમાં એક લાઇન પણ બરાબર વાંચી-લખી નથી શકતી. જે એક લાઇન પણ બરાબર નથી વાંચી શકતા તેમાં 11.7 ટકા પુરુષ અને 25 ટકાથી વધુ મહિલાઓ છે.

ગામડાંઓમાં તો પરિસ્થિતિ વધુ ખરાબ છે. ગામડાંઓમાં રહેતા 22 ટકાથી વધુ લોકો વાંચી-લખી નથી શકતા. જ્યારે, શહેરના એવા લોકોની સંખ્યા 10 ટકાની આસપાસ છે. આ પરિસ્થિતિ ત્યારે છે જ્યારે વધુ પડતી શાળા ગ્રામ્ય વિસ્તારોમાં છે. શિક્ષણ મંત્રાલયના અનુસાર, દેશભરમાં 14.89 લાખ શાળા છે. તેમાંથી 2.54 લાખ શાળા શહેર અને 12.34 લાખ શાળા ગામોમાં છે.

આ પણ વાંચો : ISRO અને ઈલોનની કંપની વચ્ચે ડિલ, ભારતનું સૌથી એડવાન્સ સેટેલાઇટ લોન્ચ કરશે Space X

ગામો અને શહેરોના આંકડામાં પણ ખૂબ અંતર છે. ગામમાં રહેતા દર 4માંથી 1 અને શહેરમાં રહેતા દર 10માંથી 1 વ્યક્તિ સામાન્ય સરવાળા-બાદબાકી કરી નથી શકતા. ગામમાં રહેતી 14 ટકાથી વધુ મહિલાઓ એવું નથી કરી શકતી.

આ સર્વેમાં એ પણ સામે આવ્યું છે કે વધુ પડતાં ભારતીય સાયન્સ અને ટૅક્નોલૉજી ભણવામાં ખચકાય છે. 21 વર્ષથી વધુ ઉંમરના માત્ર 34 ટકા લોકો જ એવા છે, જેમને સાયન્સ અથવા ટૅક્નોલૉજીમાં ગ્રેજ્યુએશન કર્યું છે. સાયન્સ અથવા ટૅક્નોલૉજીમાં ગ્રેજ્યુએશન કરવામાં પુરુષોની સરખામણીમાં મહિલાઓ વધુ પાછળ છે. માત્ર 29 ટકા મહિલાઓ અને 37 ટકા પુરુષોએ જ આ કોર્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે.

એટલું જ નહીં, હાલના સમયમાં ભારતમાં 25 ટકાથી વધુ યુવાનો એવા છે, જેઓ ન તો ભણી રહ્યા છે, ન તો જોબ કરી રહ્યા છે અને ન તો કોઈ પ્રકારની ટ્રેનિંગ લઈ રહ્યા છે. તેમાં 44 ટકાથી વધુ મહિલાઓ છે.

સર્વેમાં ત્રણ મહિના પહેલા 43 ટકાથી વધુ લોકો એવા હતા, જેમણે ઇન્ટરનેટનો ઉપયોગ જ નહોતો કર્યો. એવી પરિસ્થિતિ ત્યારે છે જ્યારે લગભગ તમામ લોકો સુધી ઇન્ટરનેટ પહોંચી ચૂક્યું છે.

કયા રાજ્યમાં કેટલા ટકા લોકો જ સામાન્ય ગણતરીઓ કરી શકતા નથી?

  • મહારાષ્ટ્રમાં 11.8 ટકા 
  • હરિયાણામાં 15.1 ટકા
  • ગુજરાતમાં 15.8 ટકા
  • પંજાબમાં 16.5 ટકા
  • છત્તીસગઢમાં 19.9 ટકા
  • ઝારખંડમાં 21.2 ટકા
  • બિહારમાં 23.6 ટકા
  • યુપીમાં 25.4 ટકા



Google NewsGoogle News