ADR 2022-23: ભાજપ-AAPની આવક વધી, કોંગ્રેસની ઘટી, જાણો કયા પક્ષ પાસે સૌથી વધુ નાણાં

ADRએ વિવિધ પક્ષોએ 2022-23માં થયેલી આવકનો રિપોર્ટ જાહેર કર્યો

દેશની 6 નેશનલ પાર્ટીઓએ કુલ 3077 કરોડ રૂપિયાની આવક જાહેર કરી

Updated: Feb 28th, 2024


Google NewsGoogle News
ADR 2022-23: ભાજપ-AAPની આવક વધી, કોંગ્રેસની ઘટી, જાણો કયા પક્ષ પાસે સૌથી વધુ નાણાં 1 - image


National Party Income 2022-23 : એસોસિએશન ફૉર ડેમોક્રેટિક રિફૉર્મ્સ (ADR)એ આજે ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષોએ 2022-23માં કેટલીક આવક મેળવી, તે અંગેનો રિપોર્ટ જાહેર કર્યો છે. એડીઆરના રિપોર્ટ મુજબ નાણાંકીય વર્ષ 2022-23માં દેશની 6 નેશનલ પાર્ટીઓએ લગભગ કુલ 3077 કરોડ રૂપિયાની આવક જાહેર કરી છે, જેમાં સૌથી વધુ ભાજપે આવક મેળવી છે.

ભાજપ પાસે 2361 કરોડ રૂપિયા

રિપોર્ટ મુજબ ભાજપ પાસે લગભગ 2361 કરોડ રૂપિયા છે, જે છ રાષ્ટ્રીય દળોની કુલ આવકનો 76.73 ટકા છે. ભાજપ બાદ સૌથી વધુ આવક ધરાવનાર પક્ષમાં કોંગ્રેસ બીજા ક્રમાંકે છે, તેણે કુલ 452.375 કરોડ રૂપિયાની આવક જાહેર કરી છે. ભાજપ-કોંગ્રેસ (BJP-Congress) ઉપરાંત બહુજન સમાજ પાર્ટી (BSP), આમ આદમી પાર્ટી (AAP), નેશનલ પીપુલ્સ પાર્ટી (NPP) અને ભારતીય સામ્યવાદી પક્ષ (માર્કસવાદી) (CPI-M)એ પણ આવક જાહેર કરી છે.

ભાજપની આવક 443 કરોડ રૂપિયા વધી

નાણાંકીય વર્ષ 2021-22માં ભાજપે 1917.22 કરોડ રૂપિયાની આવક મેળવી હતી, જેમાં 2022-23માં તેની આવકમાં 443.724 કરોડનો વધારો થઈ 2360.844 કરોડ રૂપિયા પર પહોંચી છે. આ વર્ષે NPPની આવકમાં પણ વધારો થયો છે. ગત વર્ષે તેની આવક 47.20 લાખ હતી જે 7.09 કરોડ રૂપિયા વધી 2022-23માં 7.5 કરોડ પર પહોંચી છે. 2021-22માં AAPની આવક 44.539 કરોડ હતી, જે 40.631 કરોડ રૂપિયા વધીને 2022-23 85.17 કરોડ રૂપિયા પર પહોંચી છે.

કોંગ્રેસ સહિત ત્રણ પક્ષોની આવક ઘટી

નાણાંકીય વર્ષ 2021-22 અને 2022-23 દરમિયાન કોંગ્રેસ, સીપીઆઈ-એમ અને BSPની આવકમાં ક્રમશઃ 16.42 ટકા (88.90 કરોડ રૂપિયા), 12.68 ટકા (20.575 કરોડ રૂપિયા) અને 33.14 ટકા (14.508 કરોડ રૂપિયા)નો ઘટાડો થયો છે.

કોંગ્રેસ અને AAPએ આવકથી વધુ ખર્ચ કર્યો

ભાજપને નાણાંકીય વર્ષ 2022-23 દરમિયાન કુલ 2360.844 કરોડ રૂપિયામાંથી માત્ર 57.68 ટકા (1361.684 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. જ્યારે કોંગ્રેસે કુલ 452.375 કરોડ રૂપિયાની આવકથી 3.26 ટકા વધુ (467.135 કરોડ રૂપિયા) ખર્ચ કર્યો હતો. સીપીઆઈ-એમએ કુલ 141.661 કરોડ રૂપિયાની આવકમાંથી 74.87 ટકા (106.067 કરોડ રૂપિયા)નો, AAPએ કુલ 85.17 કરોડ રૂપિયાની આવકથી 19.82 ટકા વધુ (102.051 કરોડ રૂપિયા) ખર્ચ કર્યો હતો.


Google NewsGoogle News