પદ્મશ્રી પરત કરવાનો કોઈ પાસે અધિકાર નથી! બજરંગ પુનિયા એવોર્ડ રોડ પર મૂકીને ચાલ્યો ગયો, જાણો શું છે નિયમો
WFIના ચીફની નિયુકતી પર બજરંગ પુનિયાનો વિરોધ, પદ્મશ્રી એવોર્ડ પરત કરવાની જાહેરાત
પદ્મ પુરસ્કાર બાબતે રાષ્ટ્રપતિના આદેશ પ્રમાણે લેવાય છે નિર્ણય, એવોર્ડ પરત કરવાનો અધિકાર કોઈ પાસે નહી
Bajrang Punia: હાલમાં જ કુસ્તીમાં ઓલમ્પિક પુરસ્કાર વિજેતા બજરંગ પુનિયાએ જાહેરાત કરી હતી કે તેઓ ભારત સરકાર દ્વારા મળેલા પદ્મ પુરસ્કારને પરત કરવામાં છે. બજરંગ પુનિયા પહેલા પણ ઘણા લોકોએ પદ્મ એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી છે. સામાન્યરીતે જો કોઈ એવોર્ડ વિજેતા ઈચ્છે તો તે કારણો જણાવીને પોતાનો એવોર્ડ પરત કરી શકે છે પરંતુ પદ્મ પુરસ્કારના કિસ્સામાં આવી કોઈ જોગવાઈ નથી. એકવાર કોઈ વ્યક્તિને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે, તેનું નામ ભારતના ગેઝેટમાં પ્રકાશિત થાય છે.
પદ્મ પુરસ્કાર બાબતે આ છે નિયમ
અખબારના એક અહેવાલ મુજબ કોઈ એવોર્ડ વિજેતા ઈચ્છે તો કારણ જણાવીને તેમનો એવોર્ડ પરત કરી શકે છે. પરંતુ આ બાબત પદ્મ પુરસ્કારમાં લહું પડતી નથી. પદ્મ પુરસ્કાર બાબતે નિયમ છે કે જ્યાં સુધી કોઈ નક્કર કારણ ન હોય ત્યાં સુધી એવોર્ડ રદ કરી શકાતો નથી. પુરસ્કાર ત્યારે જ રદ થાય છે જ્યારે રાષ્ટ્રપતિ નક્કી કરે કે વિજેતાનું નામ પાછું ખેંચી લેવું જોઈએ કે નહિ. તેમજ પુરસ્કારના નિયમમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો રાષ્ટ્રપતિ કોઈનો પુરસ્કાર રદ કરે છે તો તો તેમના નિર્દેશ કેવી રીતે રદ કરી શકાય છે.
પુરસ્કાર મેળવનારની ઈચ્છા પૂછવામાં આવે છે
દેશની તપાસ એજન્સીઓ દ્વારા તપાસ અને ચકાસણી કર્યા પછી જ કોઈપણ વ્યક્તિને રાષ્ટ્રીય પુરસ્કારો માટે નામાંકિત કરવામાં આવે છે. ત્યારબાદ એવોર્ડ માટે નોમિનીના નામ જાહેર કરતા પહેલા, તેમને પૂછવામાં આવે છે કે તેઓ એવોર્ડ મેળવવા ઈચ્છે છે કે નહીં. જો કે આ અનૌપચારિક રીતે કરવામાં આવે છે, જો એવોર્ડ વિજેતા ઇનકાર કરે છે કે તેઓ એવોર્ડ ઇચ્છતા નથી, તો તેમનું નામ નોંધવામાં આવતું નથી.
એવોર્ડ પરત કરવાથી વિજેતાનું નામ ગેજેટમાંથી કાઢવામાં આવશે નહી
એકવાર કોઈ વ્યક્તિને પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અથવા પદ્મશ્રીથી નવાજવામાં આવે છે, તેનું નામ ભારતના ગેઝેટમાં પ્રકાશિત થાય છે. એવોર્ડ વિજેતા માટે એક રજિસ્ટર જાળવવામાં આવે છે. જો તે પછી એવોર્ડ વિજેતા પોતાનો એવોર્ડ પરત કરવાની ઓફર કરે તો પણ તેનું નામ અને પુરસ્કાર રજિસ્ટરમાંથી કાઢી નાખવામાં આવશે નહીં.
પહેલા પણ પદ્મ પુરસ્કાર પરત કરવાની રજૂઆત
ત્રણ કૃષિ કાયદાઓ અંગે ખેડૂતોના આંદોલનના સમર્થનમાં પ્રકાશ સિંહ બાદલ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી એસએસ ધિંડસાએ પણ તેમના પદ્મ પુરસ્કારો પરત કરવાની જાહેરાત કરી હતી.જો કે, આ બંને દિગ્ગજ વ્યક્તિઓના નામ પદ્મ પુરસ્કાર વિજેતાઓની યાદીમાં સામેલ છે અને રજિસ્ટરમાં સુવર્ણ અક્ષરોમાં લખેલા છે.