Get The App

'પહેલા પુરાવા આપો પછી જ ગેરકાયદે પ્રવાસીઓને પાછા લઈશું..' અમેરિકાને ભારતની ચોખ્ખી વાત

Updated: Jan 25th, 2025


Google News
Google News
'પહેલા પુરાવા આપો પછી જ ગેરકાયદે પ્રવાસીઓને પાછા લઈશું..' અમેરિકાને ભારતની ચોખ્ખી વાત 1 - image


illegal Immigrants in US: ભારત અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોને પાછા લાવી શકે છે. આ વાત વિદેશ મંત્રાલય દ્વારા કહેવામાં આવી છે. જો કે, વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે ભારત અમેરિકામાં ગેરકાયદે રીતે રહેતા ભારતીયોને પાછા લેવા માટે તૈયાર છે, જો તેમની રાષ્ટ્રીયતા ચકાસવામાં આવે. આ સાથે તે ગેરકાયદે ઇમિગ્રેશનનો વિરોધ કરે છે. 

અમેરિકા સાથે મજબૂત સંબંધો

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલને અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોને દેશનિકાલ કરવા અંગે જણાવ્યું હતુ કે, 'અમે એવા ભારતીય નાગરિકોને પાછા લાવીશું જેઓ નિર્ધારિત સમયગાળા કરતાં વધુ સમય માટે અને યોગ્ય દસ્તાવેજો વિના અમેરિકા સહિત ક્યાંય પણ રહી રહ્યા છે. પરંતુ શરત એ છે કે તેમની રાષ્ટ્રીયતા ચકાસતા જરૂરી દસ્તાવેજો અમારી સાથે શેર કરવા જોઈએ.

રણધીર જયસ્વાલે જણવ્યું હતું કે, 'ભારત-અમેરિકા સંબંધો ખૂબ જ મજબૂત છે. બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધો ખૂબ જ ખાસ છે. અમે વેપાર સંબંધિત કોઈપણ મુદ્દા પર ચર્ચા કરવા માટે અમેરિકા અને ભારત વચ્ચે પદ્ધતિઓ સ્થાપિત કરી છે. અમારો અભિગમ હંમેશા આ રહ્યો છે. બંને દેશોના હિતોને ધ્યાનમાં રાખીને રચનાત્મક રીતે મુદ્દાઓનું નિરાકરણ લાવવાનો ઉદ્દેશ્ય છે. અમે અમેરિકી વહીવટીતંત્ર સાથે સંપર્કમાં છીએ.'

ઓળખ સ્થાપિત થયા પછી જ કાર્યવાહી

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી દ્વારા ભારતમાંથી લગભગ 18,000 ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની ઓળખ કરવામાં આવી હોવાના અહેવાલો અંગે રણધીર જયસ્વાલે જણવ્યું હતું કે, 'ભારત ગેરકાયદે ઇમિગ્રેશનનો વિરોધ કરે છે કારણ કે તેનાથી થતા વિવિધ પ્રકારના સંગઠિત ગુનાઓ. અમે તેમને પાછા લઈશું જો દસ્તાવેજો અમારી સાથે શેર કરવામાં આવે જેથી અમે તેમની રાષ્ટ્રીયતા અને તેઓ ખરેખર ભારતીય છે તેની ચકાસણી કરી શકીએ. અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સની સંખ્યા વિશે વાત કરવી ઉતાવળ હશે.'

'પહેલા પુરાવા આપો પછી જ ગેરકાયદે પ્રવાસીઓને પાછા લઈશું..' અમેરિકાને ભારતની ચોખ્ખી વાત 2 - image

Tags :
illegal-Immigrants-in-USamericaindia

Google News
Google News