Get The App

ગુજરાત સહિત 14 રાજ્યોમાં ભારે વરસાદ મુશ્કેલી વધારશે, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ્સ

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
rain


IMD Issue Rain Alert: હવામાન વિભાગે દિલ્હી, યુપી, બિહાર અને પશ્ચિમ બંગાળ સહિત ઘણા રાજ્યો માટે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. બીજી તરફ ગુજરાતમાં વરસાદ અને પૂરના કારણે હાહાકાર મચી ગયો છે. ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં 28 લોકોના મોત થયા છે. એવામાં દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદના કારણે તબાહી જોવા મળી રહી છે. દિલ્હીથી લઈને ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ગુજરાતમાં ભારે વરસાદ સ્થિતિ વણસી રહી છે. તે જ સમયે, હવામાન વિભાગે ઘણા રાજ્યો માટે એલર્ટ પણ જાહેર કર્યું છે.

આ પણ વાંચો: મહત્ત્વના સમાચાર : દેશભરમાં 5 દિવસ માટે પાસપોર્ટ સેવા બંધ, નક્કી અપોઈન્ટમેન્ટ પણ થશે રીશેડ્યૂલ

ગુજરાતમાં પૂરના કારણે પરિસ્થિતિ વણસી 

ગુજરાતમાં ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં 28 લોકોના મોત થયા છે. રાહત અને બચાવ કામગીરી માટે NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં અનેક લોકોને બચાવી લેવામાં આવ્યા છે. NDRF ઉપરાંત SDRF, આર્મી, ઈન્ડિયન એરફોર્સ અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ પણ બચાવ કાર્યમાં લાગેલા છે.

ગુજરાતના 11 જિલ્લામાં એલર્ટ

હવામાન વિભાગે ગુજરાતના 11 જિલ્લાઓ માટે રેડ એલર્ટ અને કેટલાક જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. બીજી તરફ પીએમ મોદીએ રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ પાસેથી સમગ્ર ઘટનાની માહિતી મેળવી છે. દરમિયાન, ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરે ગુરુવારે દેવભૂમિ દ્વારકામાંથી ચાર લોકોને બચાવ્યા હતા.

આ પણ વાંચો: અહો આશ્ચર્યમ!! સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીના કર્યા ભરપૂર વખાણ, ભાજપને પણ કર્યો સાવચેત

14 રાજ્યો માટે એલર્ટ જારી

હવામાન વિભાગે ગુજરાત ઉપરાંત દિલ્હી, મહારાષ્ટ્ર, બંગાળ, તેલંગાણા, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ સહિત 14 રાજ્યો માટે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. તેમજ દિલ્હીમાં રાત્રે વરસાદથી ઘણા વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી.

યુપીમાં વરસાદની ચેતવણી

રાજધાની લખનૌમાં વરસાદ બાદ તાપમાનમાં ઘટાડો થયો છે. રાજ્યના પૂર્વ અને પશ્ચિમ ભાગોમાં વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.

આ પણ વાંચો: CM નીતિશને બળવાનો ડર, ભાજપ સમર્થક જેડીયુના કદાવર નેતાના 185 વફાદારોને વેતરી નાખ્યા

બિહારમાં પણ વરસાદની સંભાવના 

હવામાન વિભાગે કહ્યું કે બિહારના ઘણા જિલ્લાઓમાં પણ વરસાદની સંભાવના છે. એકથી બે દિવસમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર ઓછું થવાને કારણે રાજ્યમાં વરસાદની સ્થિતિમાં સુધારો થવાની સંભાવના છે.

ગુજરાત સહિત 14 રાજ્યોમાં ભારે વરસાદ મુશ્કેલી વધારશે, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ્સ 2 - image



Google NewsGoogle News