Get The App

સોનિયા-રાહુલને EDએ આપ્યો મોટો ઝટકો, યંગ ઈન્ડિયાની 751 કરોડની સંપત્તિ કરી જપ્ત

AJLની કરોડો રૂપિયાની સંપત્તિને અસ્થાયી રીતે કુર્ક કરવાનો આદેશ જાહેર

આ એક્શન મની લોન્ડ્રિંગ મામલે ED દ્વારા લેવાયા

Updated: Nov 21st, 2023


Google NewsGoogle News
સોનિયા-રાહુલને EDએ આપ્યો મોટો ઝટકો, યંગ ઈન્ડિયાની 751 કરોડની સંપત્તિ કરી જપ્ત 1 - image

National Herald Case: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL)ની કરોડો રૂપિયાની સંપત્તિને અસ્થાયી રીતે કુર્ક કરવાનો આદેશ જાહેર કર્યો છે. આ એક્શન મની લોન્ડ્રિંગ મામલે ED દ્વારા લેવાયા છે. જે હેઠળ 751.9 કરોડ રૂપિયાની સંપત્તિને ટાંચમાં લીધી છે.

જણાવી દઈએ કે, એજન્સી આ મામલે પહેલા પણ સોનિયા અને રાહુલ ગાંધીની પૂછપરછ કરી ચૂકી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ કહ્યું કે, જપ્ત કરાયેલી સંપત્તિમાં AJLની દિલ્હી, મુંબઈ અને લખનઉં સહિત કેટલીક જગ્યાઓ પર પ્રોપર્ટી છે. જેની કુલ કિંમત 661.69 કરોડ રૂપિયા છે. EDએ જણાવ્યું કે, યંગ ઈન્ડિયાની પ્રોપર્ટીની કિંમત 90.21 કરોડ રૂપિયા છે.

કોંગ્રેસે શું કહ્યું?
EDની આ કાર્યવાહી પર કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, EDએ AJL સંપત્તિઓની ટાંચમાં લેવાના સમાચાર રાજ્યોમાં ચાલી રહેલી ચૂંટણીઓમાં નિશ્ચિત હારથી ધ્યાન હટાવવાની તેમની હતાશાને જુએ છે. તેમણે વધુમાં કહ્યું કે, ભાજપના ગઠબંધનની સહયોગી CBI, ED અને IT તેમની (ભાજપ) હારને ચૂંટણીઓમાં નહીં રોકી શકે.


હાલના દિવસોમાં કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓ કેન્દ્રની મોદી સરકાર પર કેન્દ્રીય તપાસ એજન્સીઓના દુરુપયોગનો આરોપ લગાવે છે. તેને ફગાવતા ભાજપ કહે છે કે, પુરાવાના આધાર પર એજન્સીઓ તપાસ કરી રહી છે.

જણાવી દઈએ કે, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી થઈ ચૂકી છે. ત્યારે, રાજસ્થાન અને તેલંગાણામાં ચૂંટણી થવાની છે. પાંચ રાજ્યોમાં થયેલી ચૂંટણીનું પરિણામ 3 ડિસેમ્બરે આવશે.


Google NewsGoogle News