RSSના કાર્યક્રમોમાં ભાગ લેવા અંગે કેન્દ્રનો મોટો નિર્ણય, 58 વર્ષ જૂનો નિર્ણય રદ કરતા હોબાળો

Updated: Jul 22nd, 2024


Google NewsGoogle News
RSS


RSS Activities by Govt Employees: કેન્દ્ર સરકારે હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની પ્રવૃત્તિઓમાં ભાગ લેતા સરકારી કર્મચારીઓ પરનો 58 વર્ષ જૂનો પ્રતિબંધ હટાવી લીધો છે. જેના કારણે કોંગ્રેસ ભડકી છે. કોંગ્રેસના પ્રવક્તા અને વરિષ્ઠ નેતા પવન ખેડાએ  સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને દાવો કર્યો છે કે 58 વર્ષ પહેલા કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમોમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂક્યો હતો. વર્તમાન સરકારે આ આદેશ પાછો ખેંચી લેતા કોંગ્રેસ ભડકી છે. 

સરકારે 1966માં પ્રતિબંધ લગાવ્યો હતો

30 નવેમ્બર 1966માં આરએસએસના કાર્યક્રમોમાં સરકારી અધિકારીઓની ભાગીદારી બાબતે કોંગ્રેસ સરકારોએ સમયાંતરે પ્રતિબંધ મૂક્યો હતો. જો કર્મચારીઓ આરએસએસની પ્રવૃત્તિઓમાં સામેલ હોય તો તેમને કડક સજા કરવાની જોગવાઈ પણ લાગુ કરવામાં આવી હતી. 

માહિતી અનુસાર, અગાઉની કેન્દ્ર સરકારોએ 1966, 1970 અને 1980ના આદેશોમાં સુધારો કર્યો હતો, જેમાં આરએસએસ શાખાઓ અને અન્ય સંસ્થાઓની સાથે અન્ય પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ સરકારી કર્મચારીઓ પર કડક દંડાત્મક જોગવાઈઓ લાગુ કરવામાં આવી હતી.

જયારે હવે કર્મચારી અને તાલીમ વિભાગે એક આદેશ જારી કરીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની તમામ પ્રવૃત્તિઓમાં ભાગ લેતા સરકારી કર્મચારીઓ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. 

આ પણ વાંચો: ધોરણ 6ના પુસ્તકમાં ભેદભાવ સામે આંબેડકરની લડતના સંદર્ભ બદલાતા વિવાદ, NCERT એ કર્યા હતા ફેરફાર

મહાત્મા ગાંધીની હત્યા બાદ સરદાર પટેલે આરએસએસ પર પ્રતિબંધ મૂક્યો

કોંગ્રેસના નેતા પવન ખેડા પછી, કોંગ્રેસના અન્ય વરિષ્ઠ નેતા જયરામ રમેશે પણ આરએસએસ પર અગાઉની સરકારોની કાર્યવાહીનો ઉલ્લેખ કર્યો. X પર પોસ્ટ કરતી વખતે તેમણે કહ્યું કે, 'ફેબ્રુઆરી 1948 માં ગાંધીજીની હત્યા પછી, સરદાર પટેલે આરએસએસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારબાદ સારા આચરણની ખાતરી પર પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો હતો. આ પછી પણ આરએસએસએ ક્યારેય નાગપુરમાં તિરંગો ફરકાવ્યો નથી.'

આ પણ વાંચો: NDAનું ટેન્શન 'હાઈ', અજિત પવારનું મોટું એલાન, આવનારી આ ચૂંટણીમાં 'એકલા ચાલો રે'ની નીતિ

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે વધુમાં કહ્યું કે, '1966 માં, આરએસએસ પ્રવૃત્તિઓમાં ભાગ લેતા સરકારી કર્મચારીઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો, અને તે યોગ્ય નિર્ણય હતો. આ પ્રતિબંધ લાદવા માટે 1966 માં જારી કરાયેલ સત્તાવાર આદેશ છે. જો કે હવે 4 જૂન, 2024 પછી, વડા પ્રધાન અને આરએસએસ વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. 9 જુલાઇ 2024 ના રોજ, 58 વર્ષનો પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો જે અટલ બિહારી વાજપેયીના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન પણ લાગુ હતો.'


Google NewsGoogle News