Get The App

મતદાન કેન્દ્રો પર વૉટર્સની સંખ્યા વધારવાના ચૂંટણી પંચના નિણર્યનો વિરોધ, સોમવારે SCમાં સુનાવણી

Updated: Dec 1st, 2024


Google NewsGoogle News
મતદાન કેન્દ્રો પર વૉટર્સની સંખ્યા વધારવાના ચૂંટણી પંચના નિણર્યનો વિરોધ, સોમવારે SCમાં સુનાવણી 1 - image


EC's Decision Challenged in SC : ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલા બે આદેશોને પડકારતી પીઆઈએલ પર સુપ્રીમ કોર્ટે સોમવારે સુનાવણી કરશે. આ અરજી ભારતના દરેક મતવિસ્તારમાં દરેક મતદાન મથક પર મતદારોની સંખ્યા વધારવાના ચૂંટણી પંચના નિર્ણય પર ઈન્દુ પ્રકાશ સિંહ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી છે.

હકીકતમાં ચૂંટણી પંચ દ્વારા ઓગસ્ટ 2024માં બે સૂચના જારી કરવામાં આવી હતી. આ આદેશ અનુસાર દેશના દરેક મતદાન મથક પર મતદારોની સંખ્યા 1200 થી વધારીને 1500 કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ આદેશને પડકારવા માટે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે.

આ પણ વાંચો : જ્યારે BJP-શિવસેનાની ખેંચતાણમાં લાભ શરદ પવારે ઉઠાવ્યો હતો, રિતેશ દેશમુખના પિતા બન્યા હતા CM

આ અરજીમાં શું કહેવામાં આવ્યું છે 

ઈન્દુ પ્રકાશ સિંહના વકીલ અભિષેક સિંઘવીએ આ પીઆઈએલ અંગે વાત કરતાં કહ્યું કે, દરેક મતદાન મથક પર મતદારોની સંખ્યા 1200 થી વધારીને 1500 કરવાથી વંચિત સમુદાયના મતદાનમાં ભાગ લેવાની સંભાવના છે. કારણ કે કોઈપણ બૂથ પર મતદારોની સંખ્યા વધુ હોય ત્યારે મતદાનમાં વધુ સમય લાગશે. એટલે કે, મતદાન મથક પર લાંબી કતારો અને રાહ જોવી મતદારો માટે સમસ્યા પેદા થઈ શકે છે.

બેન્ચે શું કહ્યું 

અરજદારની દલીલ પર બેન્ચે કહ્યું કે, ચૂંટણી પંચ ઈચ્છે છે કે વધુને વધુ લોકો મતદાન કરે અને ઈવીએમના ઉપયોગથી સમયની બચત થાય. પંચ મતદાનનો સમય ઘટાડવા માટે વધુ ઈવીએમનો ઉપયોગ કરવાની કોશિશ કરી રહ્યું છે.

આગામી ચૂંટણી પર પડશે અસર

આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ચૂંટણી પંચના આ નિર્ણયની અસર આવતા વર્ષે બિહાર અને દિલ્હીમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી દરમિયાન મતદારો પર પડશે. વરિષ્ઠ એડવોકેટ અભિષેક સિંઘવીનું કહેવું છે કે મતદાન કરવામાં 1 સેકન્ડનો સમય લાગે છે, અને તેથી એક દિવસમાં 660 થી 490 લોકો એક EVM સાથે મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપી શકે છે. સરેરાશ મતદાનની ટકાવારી 65.70 ટકા છે, એટલે તે ધ્યાનમાં લેતા એવો અંદાજ લગાવી શકાય છે કે, 1,000 મતદારોને સ્વીકારવા માટે તૈયાર કરવામાં આવેલ  મતદાન મથક પર લગભગ 650 મતદારો આવે છે.

આ પણ વાંચો : મોદી સરકાર માટે સારા સમાચાર! GSTથી સરકારની તિજોરી ભરાઈ, વસૂલાતમાં મોટો ઉછાળો

પીઆઈએલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, 'દેશમાં એવા પણ બૂથ છે, જ્યાં મતદાતાઓનું લગભગ 85-90 ટકા મતદાન રહે છે. ત્યારે લગભગ 20 ટકા મતદારો મતદાનના કલાકો પછી લાઈનમાં ઉભા રહેશે અથવા લાંબી રાહ જોવાને કારણે તેમના મતાધિકારનો ઉપયોગ કરવાનું છોડી દેશે. પ્રગતિશીલ પ્રજાસત્તાક કે લોકશાહીમાં આ બંનેમાંથી કોઈપણ સ્વીકાર્ય નથી.'


Google NewsGoogle News