નવી દિલ્હી, તા. 01 જુલાઇ 2018, રવિવાર
સેન્ટ્રલ ડાયરેક્ટ ટેક્સ બોર્ડ(CBDT)એ આજે પાનકાર્ડ અને આધાર કાર્ડને લીંક કરવાની સમય મર્યાદામાં વધારો કર્યો છે.
આ સમય મર્યાદા આગામી વર્ષની 31મી માર્ચ સુધી વધારવામાં આવી છે.
પાન-આધારને જોડવા માટેની સમય મર્યાદામાં આ પાંચમી વાર વધારો કર્યો છે. આવકવેરા વિભાગની નીતિ નિર્ધારણ એકમે આવકવેરા કાયદાની કલમ 119 હેઠળ મોડી રાત્રે આ આદેશ જાહેર કર્યો છે.
આ આગાઉ CBDTએ 27 માર્ચે આ સમય મર્યાદામાં વધારો કર્યો હતો. નવા આદેશમાં કહેવામાં આવ્યું છે આવકવેરા રિટર્ન ભરવા માટે પાન-આધાર જોડવાની સમય મર્યાદાને મામલા પર વિચાર કર્યા બાદ વધારવામાં આવી રહી છે.
માનવામાં આવી રહ્યું છે કે, CBDTના નવા આદેશ હાઇકોર્ટના તે આદેશના આધારે આવ્યો છે જેમાં આધારકાર્ડને અન્ય સેવાઓ સાથે જોડવા માટે 31 માર્ચ 2018ની સમય મર્યાદાને વધારવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.


