કોંગ્રેસે સંગઠનમાં કર્યા મોટા ફેરફાર, ગુજરાત સહિત આ રાજ્યોમાં સચિવો અને સંયુક્ત સચિવોની કરી નિમણૂક
National Congress Appointed Secretaries-Joint Secretaries : કોંગ્રેસે આજે (30 ઑગસ્ટે) સંગઠનમાં ઘણા ફેરફારો કર્યા છે. પાર્ટીએ ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં નવા સચિવો અને સંયુક્ત સચિવોની નિમણૂક કરવામાં આવી છે. આ સાથે કેટલાક અધિકારીઓની પણ રાજ્યોમાં ફેરબદલ કરવામાં આવી છે. આ ઉપરાંત બે નેતાઓને સચિવની જવાબદારીમાંથી મુક્ત પણ કરવામાં આવ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના (AICC) સચિવો અને સંયુક્ત સચિવોની નિમણૂક કરી છે.
મહાસચિવ પ્રેસ રિલીઝ જાહેર કરી
પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે એક પ્રેસ રિલીઝ જાહેર કરીને જાણકાર આપી છે. કોંગ્રેસ અધ્યક્ષના કાર્યાલયમાં સંયોજક પ્રણવ ઝા અને ગૌરવ પાંધીને AICC સચિવ બનાવવામાં આવ્યા છે. AICC સેક્રેટરી વિનીત પુનિયાને પણ પાર્ટીના કોમ્યુનિકેશન વિભાગમાં આ જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં રૂચિરા ચતુર્વેદીને પણ સચિવ બનાવવામાં આવ્યા છે.
રાજસ્થાનના બે ભૂતપૂર્વ ધારાસભ્યો સોંપી મહત્વની જવાબદારી
રાજસ્થાનના બે ભૂતપૂર્વ ધારાસભ્યો, ડેનિશ અબરાર અને દિવ્યા મદેરનાને અનુક્રમે દિલ્હી અને જમ્મુ કાશ્મીર, લદ્દાખના સચિવ નિયુક્ત કરવામાં આવ્યા છે. અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નેટ્ટા ડિસોઝા, પૂર્વ NSUI પ્રમુખ નીરજ કુંદન અને નવીન શર્મા વેણુગોપાલ સાથે AICC સચિવ તરીકે કામ કરશે.
આ પણ વાંચો : પુતિનની ધરપકડ થવાની આશંકા ! જે દેશે જારી કર્યું હતું વૉરંટ, તે જ દેશમાં જશે રશિયાના રાષ્ટ્રપતિ
કાઝી નિઝામુદ્દીન મહારાષ્ટ્રના સહ-પ્રભારી બન્યા
મનોજ ત્યાગી અને સુશાંત મિશ્રાને પ્રશાસનમાં સંયુક્ત સચિવ નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉત્તરાખંડ વિધાનસભાના સભ્ય કાઝી નિઝામુદ્દીનને રાજસ્થાનમાંથી હટાવીને મહારાષ્ટ્રના સહ પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે. ધીરજ ગુર્જર, પ્રદીપ નરવાલ, રાજેશ તિવારી, તૌકીર આલમ, નિલાંશી ચતુર્વેદી અને સત્યનારાયણ પટેલ ઉત્તર પ્રદેશમાં AICCના સચિવ હશે.
રંજીત રંજન સેક્રેટરીની જવાબદારીમાંથી મુક્ત થયા
દિવંગત પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવની પુત્રી સુભાષિની યાદવને પણ સચિવ નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે ઝારખંડ સરકારના મંત્રી દીપિકા પાંડે સિંહ અને હિમાચલ પ્રદેશના સહ-પ્રભારી સચિવ રહેલા રાજ્યસભા સાંસદ રંજીત રંજનને સચિવની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.