જમ્મુ-કાશ્મીરમાં કોયડો ગુંચવાયો, કોંગ્રેસ માટે કપરી સ્થિતિ, સ્થાનિક પક્ષ ફક્ત આટલી બેઠક આપવા તૈયાર

Updated: Aug 22nd, 2024


Google NewsGoogle News
Rahul Gandhi And Farooq


Jammu-Kashmir Election Updates: જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા બેઠકો પર જીત માટે રાજકીય પક્ષો તનતોડ તૈયારીઓ કરી રહ્યા છે. એવામાં ફારૂખ અબ્દુલ્લાનો પક્ષ નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન મુશ્કેલ બન્યું છે. સુત્રો અનુસાર, 90 વિધાનસભા બેઠકોમાંથી કોંગ્રેસ 50-50 ફોર્મ્યુલા પર બેઠક પર ચૂંટણી લડવા માગે છે. કોંગ્રેસ 90માંથી 45 બેઠકો પર પોતાની જીતનો દાવો કરી રહી છે, જ્યારે ફારૂખ અબ્દુલ્લાનો પક્ષ 20થી 25 બેઠકો જ કોંગ્રેસને આપવા માટે તૈયાર છે.

અબ્દુલ્લા મહેબૂબા મુફ્તી સાથે ગઠબંધન ઈચ્છતા નથી

સુત્રોના જણાવ્યા પ્રમાણે, જિલ્લા સ્તરે કોંગ્રેસ નેતા પોતાના જોર પર ચૂંટણી લડવાની ભલામણ કરી રહ્યા છે, જો કે, અંતિમ નિર્ણય કોંગ્રેસ હાઈકમાન્ડનો રહેશે. કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા અબ્દુલ્લાએ કેટલીક શરતો મુકી છે. તેઓ નેશનલ કોંગ્રેસનું પીડીપી અલાયન્સ સાથે ગઠબંધન ઈચ્છતા નથી. લોકસભા ચૂંટણી દરમિયાન એનસી અને કોંગ્રેસે સાથે મળી ચૂંટણી લડી હતી. પરંતુ મહેબૂબા મુફ્તીનો પક્ષ ગઠબંધનનો હિસ્સો ન હતો.

આ પણ વાંચોઃ દિગ્ગજ નેતાને ભાજપ પાર્ટીમાં સામેલ કરવા આકૂળ-વ્યાકૂળ, કદ પ્રમાણે પદ આપવા હાઈકમાન પણ તૈયાર

કોંગ્રેસ અને નેશનલ કોંગ્રેસ વચ્ચે પહેલાંથી ગઠબંધન

વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને નેશનલ કોંગ્રેસ વચ્ચે ગઠબંધન અગાઉથી જ છે. બંને પક્ષો I.N.D.I.A. ગઠબંધનનો હિસ્સો છે. કોંગ્રેસ અને નેશનલ કોંગ્રેસ ગઠબંધનમાં જમ્મુ અને કાશ્મીરમાં શાસન પણ કરી ચૂકી છે.

મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથે કરશે મુલાકાત

જમ્મુ અને કાશ્મીરમાં 18 સપ્ટેમ્બરથી ત્રણ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેમાં લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વિધાનસભા ચૂંટણી માટે પક્ષની તૈયારીઓનું નિરિક્ષણ કરવા જમ્મુ-કાશ્મીરની બે દિવસીય મુલાકાત લેશે. તેઓ બુધવારે શ્રીનગર પહોંચશે. જ્યાં ગુરૂવારે કાશ્મીર ખીણના 10 જિલ્લાના પક્ષ નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક યોજી ચર્ચાઓ કરશે. જેમાં ગઠબંધન અંગે ચર્ચા કરવા નેશનલ કોન્ફરન્સના દિગ્ગજ નેતાઓની પણ મુલાકાત લેશે. 

જમ્મુ-કાશ્મીરમાં કોયડો ગુંચવાયો, કોંગ્રેસ માટે કપરી સ્થિતિ, સ્થાનિક પક્ષ ફક્ત આટલી બેઠક આપવા તૈયાર 2 - image


Google NewsGoogle News