Get The App

ઓમર અબ્દુલ્લાની શપથવિધિમાં રાષ્ટ્રગાનનું અપમાન: બેસી ગયા NCના ધારાસભ્ય, કહ્યું- પીઠમાં દુ:ખાવો હતો

Updated: Oct 18th, 2024


Google NewsGoogle News
ઓમર અબ્દુલ્લાની શપથવિધિમાં રાષ્ટ્રગાનનું અપમાન: બેસી ગયા NCના ધારાસભ્ય, કહ્યું- પીઠમાં દુ:ખાવો હતો 1 - image


Image: Facebook

Omar Abdullah Oath Ceremony: નેશનલ કોન્ફરન્સના ચૂંટાયેલા ધારાસભ્ય હિલાલ અકબર લોન પર રાષ્ટ્રગાનના અપમાનનો આરોપ લાગ્યો છે. જમ્મુ-કાશ્મીર પોલીસે શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન કોમ્પ્લેક્સમાં થયેલી આ ઘટના પર ધ્યાન આપ્યું. કહેવામાં આવી રહ્યું છે કે એનસીના એમએલએ રાષ્ટ્રગાન દરમિયાન ઊભા થયા નહીં. પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટના એસકેઆઇસીસીમાં તે સમયે થઈ, જ્યારે જમ્મુ-કાશ્મીરના નવા મુખ્યમંત્રી તરીકે ઓમર અબ્દુલ્લાના શપથ ગ્રહણ સમારોહમાં રાષ્ટ્રગાન વાગ્યા દરમિયાન તેઓ ઊભા થયા નહીં. તેમનો વીડિયો સામે આવતાં જ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો. લોકો તેમના વિરુદ્ધ એક્શન લેવાની માગ કરવા લાગ્યા.

આ પણ વાંચો: મુખ્યમંત્રી બનતાં જ ઓમર અબ્દુલ્લાહ એક્શનમાં, જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવા પ્રસ્તાવ પાસ

પોલીસે એક્સ પર પોતાની પોસ્ટમાં કહ્યું, 'પોલીસે આ ઘટના પર ધ્યાન આપ્યું છે, જેમાં એક વ્યક્તિ રાષ્ટ્રગાન વાગ્યા દરમિયાન ઊભા થયા નહીં. બીએનએસએસની કલમ 173 (3) હેઠળ પોલીસ અધિક્ષક રેન્કના અધિકારી તરફથી પ્રારંભિક તપાસ શરુ કરી દેવાઈ છે. આગળની કાયદેસર કાર્યવાહી માટે ઈલેક્ટ્રોનિક પુરાવાનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન લોને સોશિયલ મીડિયાના માધ્યમથી સ્પષ્ટ કર્યું કે 'મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન રાષ્ટ્રગાનનું અપમાન કરવાનો મારો કોઈ ઇરાદો નહોતો. હું પીઠના દુખાવાના કારણે બેસી ગયો હતો.'

લોને કહ્યું,- મારે બેસવું પડ્યું કેમ કે...

હિલાલ અકબર લોને સવાલ કર્યો કે કોઈ એ કેમ વિચારે છે કે ભારતીય બંધારણ હેઠળ શપથ લીધા છતાં હું રાષ્ટ્રગાનનું અપમાન કરીશ. હું રાષ્ટ્રગાન માટે ઊભો થયો હતો, પરંતુ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાના કારણે મારે બેસવું પડ્યું કેમ કે હું પીઠના દુખાવાના કારણે વધુ સમય સુધી ઊભો રહી શકતો નથી.' એનસી નેતા ઓમર અબ્દુલ્લાએ બુધવારે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના પહેલા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. 2019માં કલમ 370 ને રદ કર્યા બાદ કેન્દ્ર શાસિત પ્રદેશમાં આ પહેલી પસંદ થયેલી સરકાર છે. 


Google NewsGoogle News