નાસિકમાં મોબાઈલમાં ભયંકર બ્લાસ્ટ, છેક પડોશીઓના ઘરના કાચ તૂટ્યા, 3 ઈજાગ્રસ્ત

મોબાઈલ બ્લાસ્ટથી આસપાસના ઘરોને પણ ભારે નુકસાન થયું હતું

મહારાષ્ટ્રના નાસિક જીલ્લામાં મોબાઈલ બ્લાસ્ટની ઘટના બની

Updated: Sep 27th, 2023


Google NewsGoogle News
નાસિકમાં મોબાઈલમાં ભયંકર બ્લાસ્ટ, છેક પડોશીઓના ઘરના કાચ તૂટ્યા, 3 ઈજાગ્રસ્ત 1 - image
Image  Social media 

તા. 27 સપ્ટેમ્બર 2023, બુધવાર

મહારાષ્ટ્ર (Maharashtra)ના નાસિક  જીલ્લા ( Nashik district)માં મોબાઈલ બ્લાસ્ટ (mobile blast)ની ઘટના સામે આવી છે. એક ઘરમાં ચાર્જિગ (charging)માં મુકેલા મોબાઈલ ફોન ફાટતા આજુબાજુના ઘરોમાં ભારે નુકસાન પહોચ્યું હતું. બુધવારે સવારે જીલ્લાના ઉત્તમનગર વિસ્તારમાં મોબાઈલ ફોનમાં થયેલા વિસ્ફોટથી 3 લોકોને ઈજા પહોચી હતી. જેમા એકની હાલત અતિ ગંભીર બતાવવામાં આવી રહી છે. હાલમાં ત્રણેય ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

મોબાઈલ બ્લાસ્ટ(mobile blas)થી આસપાસના ઘરોને પણ ભારે નુકસાન થયું હતું

મળતી માહિતી પ્રમાણે આ દુર્ઘટના બુધવારે સવારે 6 વાગે નાસિક ( Nashik) જીલ્લામાં આવેલા ઉત્તમનગર વિસ્તારમાં બની હતી. ઘાયલોની ઓળખાણ તુષાર જગતાપ, બાલકૃષ્ણ સુથાર અને શોભા જગતાપ તરીકે થઈ છે. આ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ઘરમાં તો નુકસાન થયુ હતું, પરંતુ તેની સાથે આસપાસના ઘરોને પણ ભારે નુકસાન થયું હતું. જેમા પાડોશીના ઘરની બારીના કાચ કાગળની જેમ તુટી ગયા હતા. જોકે આ મોબાઈલ બ્લાસ્ટની ઘટના વિશે પોલીસને માહિતી આપતાં ઘટના સ્થળે આવી પહોચી હતી. 

ઘટના બાદ વિસ્ફોટનો વીડિયો પણ સામે આવ્યો હતો

હકીકતમાં એક ભાઈએ ઘરમાં મોબાઈલ ચાર્જ કરવા મુકેલો હતો, ત્યારે અચાનક મોબાઈલમા મોટો ધડાકો થતા સાથે આગ લાગી હતી. જો કે રહેવાસીઓએ તુરંત આગ પર કન્ટ્રોલ મેળવી લીધો હતો. આ ધડાકા સાથે ઘરમાં ભારે નુકસાન થયું હતું તેમજ પાડોશીના ઘરની બારીના કાચ કાગળની જેમ તુટી ગયા હતા. ઘટના બાદ આસપાસના વિસ્તારનો વીડિયો પણ સામે આવ્યો હતો, જેમા પાડોશીના ઘરની બારી બળીને રાખ થઈ ગઈ છે અને કાચના ટુકડા થઈ ગયેલા જોવા મળતા હતા. આ ઉપરાંત પાર્કિગમાં રાખેલી કારનો કાચને પણ ભારે નુકસાન થયું હતું તો બીજી તરફ ધાબા પર લાગેલી રેલિંગ પર બળી ગઈ હતી. 



બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.


Google NewsGoogle News