રાજકોટના વિશ્વરાજસિંહ સહિત બે અગ્નિવીરના ટ્રેનિંગ દરમિયાન મૃત્યુ, તોપમાંથી ગોળો છોડતા સમયે બની દુર્ઘટના
Nashik Military Camp Explosion: મહારાષ્ટ્રના નાશિક આર્ટિલરી સેન્ટરમાં મોટી દુર્ઘટના બની હતી. અહીં તાલીમ દરમિયાન તોપમાંથી છોડવામાં આવેલો એક ગોળો ફાટતા બે અગ્નિવીરના મૃત્યુ થયા છે, જ્યારે એક અગ્નિવીર ઘાયલ થતા તેને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. તો મળતી માહિતી અનુસાર, મૃત્યુ પામનાર બે પૈકી એક ગુજરાતના રાજકોટનો જવાન હતો. જેની પોલીસે માહિતી આપી છે.
ટીમ તોપમાંથી ગોળા છોડતા સમયે બની દુર્ઘટના
એક અધિકારીના જણાવ્યા અનુસાર, ગુરૂવારે બપોરે નાશિકના આર્ટિલરી સેન્ટરમાં અગ્નિવીરો ફાયરિંગની તાલીમ લઈ રહ્યો હતા. આ દરમિયાન અગ્નિવીરોની એક ટીમ તોપમાંથી ગોળા ફેંકી રહી હતી ત્યારે અચાનક તોપનો ગોળો ફાટ્યો હતો. જેમાં પશ્ચિમ બંગાળના બે અગ્નિવીરના સૈફત શિત (21) અને ગુજરાતના ગોહિલ વિશ્વરાજ સિંહ (20) મૃત્યુ પામ્યા. ઈજાગ્રસ્ત અગ્નિવીર અપ્પલા સ્વામીની સારવાર દેવલાલીની એમએચ હોસ્પિટલમાં ચાલી રહી છે.
#GeneralUpendraDwivedi #COAS and All Ranks of #IndianArmy salute the supreme #Sacrifice of #Bravehearts Agniveer (Gunner) Gohil Vishvarajsinh & Agniveer (Gunner) Saikat, who laid down their lives in the line of duty while undergoing training at #Devlali Field Firing Ranges,… https://t.co/AToZ4TB8i3
— ADG PI - INDIAN ARMY (@adgpi) October 11, 2024
દુર્ઘટનામાં ગુજરાતના અગ્નીવીરનું મોત
નાસિકમાં થયેલી આ દુર્ઘટનામાં રાજકોટના અગ્નિવીર વિશ્વરાજ સિંહ ગોહિલનું મોત થયું છે. વિશ્વરાજ સિંહ ગોહિલ આચવડના વતની હતા. વિશ્વરાજ સિંહ હૈદરાબાદના કેમ્પમાંથી નાસિક તાલીમ માટે ગયા હતા.
ઘટનાની તપાસના આદેશ અપાયા
મળતી માહિતી અનુસાર, હવલદાર અજીત કુમારની ફરિયાદના આધાર પર દેવલાલી કેમ્પ પોલીસ સ્ટેશન દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યારબાદ ઘટનાની તપાસનો આદેશ અપાયો છે.
સુપ્રિયા સુલેએ શોક વ્યક્ત કર્યો હતો
એનસીપી (શરદ પવાર) નેતા સુપ્રિયા સુલેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે લખ્યું કે, 'નાસિક આર્ટિલરી સેન્ટરમાં તાલીમ દરમિયાન થયેલા વિસ્ફોટમાં બે અગ્નિવીરના જીવ ગયા, આ ઘટના દુઃખદ છે.' તેમણે આ બંને જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે રક્ષા મંત્રાલય પાસે માંગ કરી છે કે આ બંને જવાનોને શહીદનો દરજ્જો મળવો જોઈએ અને તેમના પરિવારોને તેનો લાભ મળવો જોઈએ.