ભગવાન રામને ફક્ત ઉ.ભારતના દેવતા બનાવવા નેરેટિવ ચલાવાયો...', દિગ્ગજ રાજ્યપાલનો દાવો
Tamilnadu Governer R.N Ravi: તમિલનાડુના ગવર્નર રવિન્દ્ર નારાયણ રવિએ એક મોટો આરોપ લગાવ્યો છે.તેમણે કહ્યું કે, ભગવાન રામને ઉત્તર ભારતના દેવતાના રૂપમાં રજૂ કરવા માટે એક વિશેષ નેરેટિવ તૈયાર કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, યુવા વર્ગને સાંસ્કૃતિક વારસાથી વંચિત રાખવામાં આવી રહ્યો છે. જે એક પ્રકારની નિર્મિત સામાજિક એન્જિનયરિંગ અને સંસ્કૃત જનસંહારનું પરિણામ છે.આ સાથે જ તેમણે એમ પણ કહ્યું કે, જે લોકો સનાતન ધર્મની વિરુદ્ધ બોલતા હતા તેઓ હવે ચૂપ થઈ ગયા છે.
ભગવાન રામને ફક્ત ઉ.ભારતના દેવતા બનાવવા નેરેટિવ ચલાવાયો
તેમણે કહ્યું કે, એક નેરેટિવ ચલાવાયો કે, રામ ઉત્તર ભારતના દેવતા છે, તેઓ અહીં (તમિલનાડુ)ના નથી. તેમણે કહ્યું કે, એવું નથી કે, તમિલનાડુમાં લોકો રામને નથી જાણતા. શ્રીરામ દરેક સ્થળે છે. તમિલનાડુમાં એવું કોઈ સ્થાન નથી જ્યાં તેમના પદચિહ્ન ન હોય અને તેઓ તમિલનાડુના લોકો સહિત દરેક વ્યક્તિના હ્રદય અને દિમાગમાં વસે છે.ગવર્નરે આરોપ લગાવ્યો કે, યુવાઓને આપણી સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાથી વંચિત રાખવામાં આવી રહી છે. આ એક પ્રકારની નિર્મિત સામાજિક એન્જિનિયરિંગ છે.જે સાંસ્કૃતિક જનસંહારના માધ્યમથી એક ઓળખ બનાવવાનો પ્રયાસ કરી રહી છે અને એ પ્રયાસ કરી રહી છે કે, અમે દેશ અને ભૂતકાળથી કોઈ સબંધ નથી રાખતા.
સનાતન ધર્મને ડેન્ગ્યુ, મલેરિયા જેવા નામ આપ્યા
ગવર્નરે આરોપ લગાવ્યો કે, લોકોએ સનાતન ધર્મ પર પ્રહાર કરવાનું શરૂ કરી દીધું. સનાતન ધર્મને ડેન્ગ્યુ, મલેરિયા જેવા નામ આપ્યા. પછી અચાનક તેઓ ચૂપ થઈ ગયા.હવે સનાતન ધર્મ વિરુદ્ધ કોઈ વાત નથી રહી.