Get The App

ફ્લાઇટમાં બોમ્બની ખોટી ધમકીઓ: મોદી સરકારે Meta અને X પાસે માંગી મદદ

Updated: Oct 25th, 2024


Google NewsGoogle News
ફ્લાઇટમાં બોમ્બની ખોટી ધમકીઓ:  મોદી સરકારે Meta અને X પાસે માંગી મદદ 1 - image


Narendra Modi Seeks Help From Meta And X: નરેન્દ્ર મોદીએ હાલમાં જ માર્ક ઝકરબર્ગની કંપની Meta અને ઇલોન મસ્કની કંપની Xની મદદ માગી છે. આ મદદ તેમણે ભારતમાં હાલમાં ઘણી ફ્લાઇટમાં બોમ્બ હોવાની અફવાઓ ચાલી રહી છે અને એના કારણે ઘણી ફ્લાઇટ કેન્સલ થઈ રહી છે તેમજ મોડું પણ થઈ રહ્યું છે. આથી આ અફવાઓને જળમૂળમાંથી દૂર કરવા માટે નરેન્દ્ર મોદીએ આ કંપનીઓ પાસે મદદ માગી છે. આ કંપનીઓની સાથે મળીને ઘણાં સરકારી વિભાગો એક સાથે મળીને કામ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે, જેથી લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપી શકાય.

ધમકીઓને કારણે ફ્લાઇટ પર અસર

ભારતીય ફ્લાઇટમાં બોમ્બ હોવાની અફવાને કારણે અત્યાર સુધીમાં 80થી વધુ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પર તેની અસર પડી છે. એર ઇન્ડિયા, વિસ્તારા અને ઇન્ડિગોમાં સૌથી વધુ વાર બોમ્બ હોવાની અફવાઓ ચાલી છે. બોમ્બ હોવાની ખોટી ધમકીઓથી લોકોમાં ડર તો બેસે જ છે, પરંતુ નાણાકીય નુકસાન પણ થાય છે અને ફ્લાઇટના શેડ્યૂલમાં પણ મોડું થતું જોવા મળે છે. આથી આ સમસ્યાનો ઉકેલ લાવવો હવે ખૂબ જ જરૂરી છે.

સરકારી વિભાગો સાથે મળીને કામ કરશે

પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આ માટે વિવિધ વિભાગો એક સાથે મળીને કામ કરે જેથી જે પણ નિર્ણય લેવો હોય તે જલદી લઈ શકાય. તેમાં સિવિલ એવિએશન, મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ અને કાયદાને લગતી દરેક એજન્સી કામ કરી રહી છે. આ ટીમનો મુખ્ય હેતુ દરેક ધમકીઓને તરત હેન્ડલ કરવાનો અને તે સાચું છે કે નહીં તે ચકાસી તમામ પગલાં ભરવા. તેમજ ખોટી હોય તો તે ક્યાંથી આવી અને તે કોણે કરી તે શોધી તેને સજા કરવાનું છે.

ફ્લાઇટમાં બોમ્બની ખોટી ધમકીઓ:  મોદી સરકારે Meta અને X પાસે માંગી મદદ 2 - image

સોશિયલ મીડિયા કેવી રીતે કરી શકશે મદદ?

બોમ્બની ધમકીઓને જળમૂળમાંથી દૂર કરવા માટે સરકાર દ્વારા Meta અને X પાસે મદદ માગવામાં આવી છે. આ ધમકીઓ ક્યાંથી આવી રહી છે અને કોણ શેર કરી રહ્યું છે અને કેટલા વાગ્યે શેર કરી છે વગેરે જેવી તમામ માહિતી સોશિયલ મીડિયા કંપની આપી શકે છે. જો આ માહિતી તરત મળી જાય તો તે વ્યક્તિ સુધી તરત પહોંચી શકાય છે અને તેનાથી તેનો ઉકેલ જલદી આવી શકે છે.

નવો કાયદો?

સરકાર એક નવો કાયદો બનાવવાનું વિચારી રહી છે. આ પ્રકારની ધમકીઓ જે પણ આપે તેને નો-ફ્લાય લિસ્ટમાં મૂકી દેવામાં આવે. જો એક વાર આ લિસ્ટમાં નામ આવી ગયું તો તે વ્યક્તિ ફ્લાઇટમાં નહીં બેસી શકે. આથી સજા કરવાની સાથે નો-ફ્લાય લિસ્ટમાં નામ મૂકવાની વિચારણા પણ ચાલી રહી છે. આ પ્રકારની સજાને કારણે ધમકીઓ મળવાની બંધ થઈ શકે છે.

આ પણ વાંચો: ભારતમાં લોન્ચ થયું YouTube Shopping: જાણો કેવી રીતે કમાણી કરી શકાશે

લોકોની સુરક્ષા

આ તમામ વિભાગો સાથે મળીને કામ કરશે અને સોશિયલ મીડિયા કંપની પાસે પણ મદદ માગી છે. દરેકનો હેતુ ફક્ત લોકોની સુરક્ષાનો છે. લોકોને ફ્લાઇટમાં મુસાફરી કરવાનું સુરક્ષિત લાગે અને તેમાં તેમનો વિશ્વાસ ટકી રહે તે તેમની પ્રાથમિકતા છે. આ ધમકીઓને કારણે એવિએશન સેક્ટરને પણ ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે. આથી તેનો જલદી ઉકેલ લાવવો જરૂરી છે.


Google NewsGoogle News