26 વર્ષ પહેલાં વડાપ્રધાન મોદીએ NDA માટે કરેલી ભવિષ્યવાણી સાચી ઠરી! જાણો શું કહ્યું હતું?

Updated: Jun 8th, 2024


Google NewsGoogle News
26 વર્ષ પહેલાં વડાપ્રધાન મોદીએ NDA માટે કરેલી ભવિષ્યવાણી સાચી ઠરી! જાણો શું કહ્યું હતું? 1 - image


Modi’s Prediction On NDA: નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA)ની રચના 1998માં થઈ તે સમયે દેશ લઘુમતી ગઠબંધન સરકારોનો સમય હતો. દાયકાઓથી કોઈપણ સરકાર તેની પાંચ વર્ષની મુદત પૂરી કરી શકી નથી. સપ્ટેમ્બર 1999માં જ્યારે અટલ બિહારી વાજપેયી એનડીએના નેતા અને દેશના વડાપ્રધાન હતા, ત્યારે નરેન્દ્ર મોદી ભાજપના સૌથી યુવા મહાસચિવ હતા.

એનકે સિંહને આપેલા ઈન્ટરવ્યુમાં મોદીએ NDA વિશે ભવિષ્યવાણી કરતાં કહ્યું હતું કે NDA દેશના રાજકીય ઈતિહાસમાં સૌથી સફળ ગઠબંધન સાબિત થશે. નરેન્દ્ર મોદીની આ ભવિષ્યવાણી હવે સાચી સાબિત થઈ રહી છે, કારણ કે દેશમાં સતત ત્રીજી વખત એનડીએ ગઠબંધન પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવવા જઈ રહ્યું છે. NDA દેશનું પહેલું ગઠબંધન હતું જેની સરકાર પાંચ વર્ષ સુધી ચાલી હતી. જો કે ત્યારબાદ કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએ ગઠબંધન પણ 10 વર્ષ સુધી સત્તા પર રહી હતી. પરંતુ, બાદમાં આ ગઠબંધન વિખેરાઈ ગયું.

NDAની રચના પહેલા નેશન ફર્સ્ટની ભાવના સાથે થઈ

એનકે સિંહને આપેલા ઈન્ટરવ્યુમાં નરેન્દ્ર મોદીએ એનડીએને વ્યાપક સ્પેક્ટ્રમ ગઠબંધન ગણાવ્યું હતું અને કહ્યું હતું કે એનડીએ કોઈને હરાવવા, કોઈનો રસ્તો રોકવા જેવી સંકુચિત વિચારસરણી ધરાવતો નથી. પરંતુ એનડીએનો ઉદ્દેશ્ય નેશન ફર્સ્ટની ભાવના સાથે છે. દેશને સ્થિર શાસન આપવાના ઉદ્દેશ સાથે ઘડવામાં આવ્યો છે. વાસ્તવમાં એનકે સિંહે સવાલ પૂછ્યો હતો કે એનડીએમાં સામેલ પાર્ટીઓ વૈચારિક સ્તરે અલગ છે, આવી સ્થિતિમાં શું આ ગઠબંધન દેશની જનતા પાસેથી મતો મેળવવાનું કાવતરૂં તો નથી કરી રહ્યું ને... તેના જવાબમાં મોદીએ કહ્યું કે, આ ખરેખર એક પ્રયોગ છે, જે ભારતીય રાજનીતિના ઈતિહાસમાં એક ઉત્તમ ઉદાહરણ તરીકે નોંધવામાં આવશે.

નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) એક મેઘધનુષ્ય જેવો છે, જ્યાં સાતેય રંગો એકસાથે જોઈ શકાય છે. આ મેઘધનુષ્ય રહેશે અને સૂર્યના કિરણોમાં (અટલ બિહારી વાજપેયી) વધુ ચમકશે. દાયકાઓ પહેલા ગઠબંધન અંગે નરેન્દ્ર મોદીનું આ વલણ એ પણ દર્શાવે છે કે તેઓ ગઠબંધન સરકારોની કાર્યપદ્ધતિથી વાકેફ છે અને હકીકતમાં જ્યારે એનડીએની રચના થઈ ત્યારે ભાજપના મહાસચિવ તરીકે તેઓ ગઠબંધન સરકારની કામગીરી પર નજીકથી દેખરેખ રાખતા હતા. 


Google NewsGoogle News