'દીકરી નીચે ઉતર...' PM મોદીની રેલીમાં જ યુવતી વીજળીના થાંભલા પર ચઢી, Video થયો વાયરલ

તેલંગાણામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી દરમિયાન ઘટના બની હતી

તે પીએમ મોદીને કોઈ વાત કહેવા માગતી હતી, અપીલ બાદ નીચે ઉતરી

Updated: Nov 11th, 2023


Google NewsGoogle News
'દીકરી નીચે ઉતર...' PM મોદીની રેલીમાં જ યુવતી વીજળીના થાંભલા પર ચઢી, Video થયો વાયરલ 1 - image


PM Modi Rally Viral Video | તેલંગાણામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી દરમિયાન એક ચોંકાવનારી ઘટના બની. જ્યારે પીએમ મોદી રેલીને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે એક છોકરી ઇલેક્ટ્રિક પોલ પર ચઢી ગઈ હતી. આ જોઈને પીએમ મોદી પણ ડરી ગયા અને યુવતીને સ્ટેજ પરથી જ નીચે ઉતરવાનું કહેતા જોવા મળ્યા. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

વાયરલ વીડિયોમાં પીએમ મોદી શું બોલ્યાં? 

વાયરલ વીડિયોમાં પીએમ મોદી સિકંદરાબાદમાં રેલીને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે જ એક સ્કૂલની છોકરી થાંભલા પર ચઢી ગઈ હતી. પીએમ મોદી એ છોકરીને કહે છે - દીકરી, નીચે ઉતર, ત્યાં વાયર બગડેલો છે, જુઓ કૃપા કરીને નીચે આવી જા, ત્યાં વાયર બરાબર નથી, હું અહીં ફક્ત તમારા લોકો માટે આવ્યો છું, હું તમારી સાથે છું, નીચે આવો. પીએમ મોદી સતત અપીલ કરતા રહ્યા પરંતુ યુવતી થાંભલા પરથી નીચે ઉતરી રહી ન હતી.

યુવતી કોઈ વાતથી નારાજ હોવાનો દાવો 

એવો દાવો કરાઈ રહ્યો છે કે યુવતી કોઈ વાતને લઈને નારાજ હતી અને પીએમ મોદી સમક્ષ પોતાની સમસ્યા રજૂ કરવા માંગતી હતી. જ્યારે તેને પીએમ મોદી તરફથી આશ્વાસન મળ્યું ત્યારે જ તે નીચે આવી અને પોલીસની પણ ચિંતા ઓછી થઈ. આ પહેલા તે યુવતીના કારણે પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો, જ્યારે પીએમ મોદી જે રીતે વિનંતી કરતા રહ્યા તેનાથી પણ મામલો વધી ગયો હતો. હાલ બાળકી સુરક્ષિત છે અને પીએમ મોદી પણ તેમની રેલી બાદ પરત ફર્યા છે.


Google NewsGoogle News