ગુજરાતમાં કયા નેતાઓને મંત્રી બનવા માટે કૉલ આવ્યાં? રૂપાલાનું પત્તું કપાય તેવી શક્યતા, જુઓ યાદી
Narendra Modi Oath Ceremony: નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ ગ્રહણ તે પહેલા એનડીએના સાથી પક્ષોના સાંસદોને મંત્રી બનવા અંગે ફોન આવવા લાગ્યા છે. સૂત્રોના જણાવ્યાનુસાર તેમાં TDP, LJP (R) અને JDU જેવી પાર્ટીઓના સાંસદોને પણ ફોન આવ્યા છે. ટીડીપીના સાંસદ ડૉ. ચંદ્રશેખર પેમ્માસાની અને કિંજરાપુ રામ મોહન નાયડુને મંત્રી બનવાનો ફોન આવ્યો છે. આ સિવાય જેડીયુના રાજ્યસભા સાંસદ રામનાથ ઠાકુરને પણ મંત્રી પદ માટે ફોન આવ્યો છે. આ તમામ નેતાઓને મોદી 3.0 કેબિનેટમાં સામેલ કરવામાં આવી શકે છે. શપથ લેનારા મંત્રીઓ સાથે વડાપ્રધાન મોદી ચાય પે ચર્ચા કરી હતી.
કોને-કોને મંત્રી પદ મળી શકે છે, આવી ગઇ અપડેટેડ યાદી
ગુજરાતમાંથી બનનારા સંભવિત મંત્રીઓ
નવમી જૂને સંધ્યાકાળમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના શપથ લેવાના છે. ત્યારે શપથવિધિ અગાઉ સંભવિત મંત્રીઓ સાથે વડાપ્રધાનના નિવાસસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાતનાં લોકસભાના ચાર સાંસદો પણ હાજર હતા, જેથી તેમનું નામ નવા મંત્રીમંડળ માટે ફાઇનલ મનાઈ રહ્યું છે. અમિત શાહ, સી.આર. પાટીલ, મનસુખ માંડવિયા, નિમુબેન બાંભણિયાને મંત્રી પદ આપવામાં આવી શકે છે. આ સાથે ગુજરાતથી જ રાજ્યસભાના સાંસદ એસ. જયશંકર અને જે.પી. નડ્ડા પણ મંત્રી બની શકે છે.
આ પહેલા ચર્ચા હતી કે, મનસુખ વસાવાનું ફરીવાર મંત્રી બનવાનું નક્કી છે. જશુ રાઠવા કે ધવલ પટેલમાંથી કોઈ એકને પણ મંત્રી બનાવાઈ શકે છે. બીજી તરફ, આ વખતે રૂપાલાનું કેબિનેટમાંથી પત્તું કપાય તેવી શક્યતા છે.
એનડીએનો ભાગ છે ટીડીપી અને જેડીયુ
સૂત્રોએ જણાવ્યું કે નવી સરકારમાં મંત્રી પરિષદમાં એનડીએના વિવિધ ઘટકોનો સમાવેશ કરવા માટે ભાજપ અને સાથી પક્ષો વચ્ચે ચર્ચા થઈ છે. અમિત શાહ અને રાજનાથ સિંહ સિવાય બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ TDP ચીફ ચંદ્રાબાબુ નાયડુ, JDU ચીફ નીતીશ કુમાર અને શિવસેનાના એકનાથ શિંદે જેવા નેતાઓ સાથે મંત્રી પરિષદમાં ભાગ લેવાની વાત કરી છે. આ પછી જ નામ ફાઇનલ થયા છે અને હવે કોલ આવવા લાગ્યા છે. આ લોકો આજે જ શપથ પણ લઈ શકે છે.
અત્યાર સુધી કયા કયા નેતાઓને ફોન આવ્યા?
ડૉ. ચંદ્રશેખર પેમ્માસાની (ટીડીપી)
કિંજરાપુ રામ મોહન નાયડુ (ટીડીપી)
અર્જુન રામ મેઘવાલ (ભાજપ)
સર્બાનંદ સોનોવાલ (ભાજપ)
અમિત શાહ (ભાજપ)
નીતિન ગડકરી (ભાજપ)
રાજનાથ સિંહ (ભાજપ)
પીયૂષ ગોયલ (ભાજપ)
જ્યોતિરાદિત્ય સિંધિયા (ભાજપ)
એચડી કુમારસ્વામી (જેડીએસ)
ચિરાગ પાસવાન (LJP-R)
જયંત ચૌધરી (RLD)
અનુપ્રિયા પટેલ (અપના દળ)
જીતન રામ માંઝી (HAM)
રામદાસ આઠવલે (RPI)
મનસુખ માંડવિયા (ભાજપ)
મહારાષ્ટ્રમાંથી બનનારા સંભવિત મંત્રીઓ
નીતિન ગડકરી, પીયૂષ ગોયલ, રક્ષા ખડસે, રામદાસ આઠવલે, પ્રતાપરાવ જાધવ.
બિહારમાંથી બનનારા સંભવિત મંત્રીઓ
જીતનરામ માંઝી, જેડીયુના રાજ્યસભા સાંસદ રામનાથ ઠાકુર, લલન સિંહ, ચિરાગ પાસવાન, ગિરિરાજ સિંહ અને નિત્યાનંદ રાયને દિલ્હી બોલાવાયા છે.
મધ્ય પ્રદેશમાંથી બનનારા સંભવિત મંત્રીઓ
મધ્યપ્રદેશથી 3થી 5 સાંસદ મંત્રી બને તેવી શક્યા છે. જેમાં જ્યોતિરાદિત્ય સિંધિયા, શિવરાજ સિંહ ચૌહાણ, હિમાદ્રી સિંહ, સાવિત્રી ઠાકુર અને મહેન્દ્ર સિંહ સોલંકીને તક મળી શકે છે.
રાજસ્થાનમાંથી બનનારા સંભવિત મંત્રીઓ
અત્યાર સુધીના અહેવાલ અનુસાર રાજસ્થાનથી અર્જુન રામ મેઘવાલને તક મળી શકે છે.