Get The App

ઉત્તર પ્રદેશથી નવ અને બિહારથી આઠ મંત્રી, જાણો નવી સરકારમાં કયા રાજ્યમાંથી કોને બનાવાશે મંત્રી

Updated: Jun 9th, 2024


Google NewsGoogle News
ઉત્તર પ્રદેશથી નવ અને બિહારથી આઠ મંત્રી, જાણો નવી સરકારમાં કયા રાજ્યમાંથી કોને બનાવાશે મંત્રી 1 - image


Narendra Modi Oath Ceremony: લોકસભા ચૂંટણીના પરિણામો બાદ આજે(નવમી જૂન) દિલ્હીમાં ભારતની નવી સરકારની રચના થવા જઈ રહી છે. નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. આ પહેલા નરેન્દ્ર મોદીએ સંભવિત મંત્રીઓ સાથે પહેલી બેઠક યોજી હતી. શપથ ગ્રહણ સમારોહ પહેલા કેન્દ્રીય મંત્રીમંડળનો ભાગ બનશે તેવા નેતાઓની સંભવિત યાદી આવી ગઈ છે, જેમાં ઉત્તર પ્રદેશથી નવ અને બિહારથી આઠ મંત્રી સહિતના નેતાઓના નામ સામેલ છે. તો ચાલો જાણીએ કયા રાજ્યના કયા નેતાઓ સંભવિત મંત્રીઓની યાદીમાં સામેલ છે.

સંભવિત મંત્રીઓની યાદી

ઉત્તર પ્રદેશ: હરદીપ સિંહ પુરી, રાજનાથ સિંહ, જયંત ચૌધરી, જિતિન પ્રસાદ, પંકજ ચૌધરી, બી.એલ. વર્મા, અનુપ્રિયા પટેલ, કમલેશ પાસવાન, એસ.પી. સિંહ બઘેલ

બિહાર: ચિરાગ પાસવાન, ગિરિરાજ સિંહ, જીતન રામ માંઝી, રામનાથ ઠાકુર, લલન સિંહ, નિર્યાનંદ રાય, રાજ ભૂષણ, સતીશ દુબે

ગુજરાત: અમિત શાહ, એસ. જયશંકર, મનસુખ માંડવિયા, સી.આર. પાટીલ, નીમુબેન બાંભણિયા, જે.પી. નડ્ડા 

ઓડિશા: અશ્વિની વૈષ્ણવ, ધર્મેન્દ્ર પ્રધાન, જુલ ઓરમ

કર્ણાટક: નિર્મલા સીતારમણ, એચ.ડી. કુમારસ્વામી, પ્રહલાદ જોષી, શોભા કરંડલાજે, વી. સોમન્ના 

મહારાષ્ટ્ર: પિયુષ ગોયલ, નીતિન ગડકરી, પ્રતાપ રાવ જાધવ, રક્ષા ખડસે, રામદાસ આઠવલે, મુરલીધર મોહોલ

ગોવા: શ્રીપદ નાઈક

જમ્મૂ અને કાશ્મીર: જીતેન્દ્ર સિંહ

મધ્યપ્રદેશ: શિવરાજસિંહ ચૌહાણ, જ્યોતિરાદિત્ય સિંધિયા, સાવિત્રી ઠાકુર, વીરેન્દ્ર કુમાર

અરુણાચલ: કિરેન રિજિજુ

રાજસ્થાન: ગજેન્દ્ર સિંહ શેખાવત, અર્જુન રામ મેઘવાલ, ભૂપેન્દ્ર યાદવ, ભગીરથ ચૌધરી

હરિયાણા: એમ.એલ. ખટ્ટર, રાવ ઈન્દ્રજીત સિંહ, કૃષ્ણ પાલ ગુર્જર

કેરળ: સુરેશ ગોપી

તેલંગાણા: જી. કિશન રેડ્ડી, બંડી સંજય

તમિલનાડુ: એલ. મુરુગન

ઝારખંડ: ચંદ્રશેખર ચૌધરી, અન્નપૂર્ણા દેવી

આંધ્ર પ્રદેશ: ડો.ચંદ્રશેખર પેમ્માસાની, રામ મોહન નાયડુ કિંજરાપુ, શ્રીનિવાસ વર્મા

પશ્ચિમ બંગાળ: શાંતનુ ઠાકુર, સુકાંત મજમુદાર

પંજાબ: રવનીત સિંહ બિટ્ટુ

આસામ: સર્બાનંદ સોનોવાલ, પવિત્રા માર્ગારિટા

ઉત્તરાખંડ: અજય તમટા

દિલ્હી: હર્ષ મલ્હોત્રા

છત્તીસગઢ: તોખાન સાહુ



Google NewsGoogle News