વડાપ્રધાન પદના શપથ લેતાં જ નહેરુના રેકોર્ડની બરાબરી કરશે મોદી, જાણો શું કહે છે ટાઈમલાઈન

Updated: Jun 9th, 2024


Google NewsGoogle News
વડાપ્રધાન પદના શપથ લેતાં જ નહેરુના રેકોર્ડની બરાબરી કરશે મોદી, જાણો શું કહે છે ટાઈમલાઈન 1 - image


Narendra Modi Oath Ceremony: નરેન્દ્ર મોદી આજે રવિવારે (9 જૂન) રાજધાની નવી દિલ્હીમાં ભારતના વડાપ્રધાન પદે ત્રીજી વખત શપથ ગ્રહણ કરવાના છે. બે વાર પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવ્યા બાદ આ વખતે મોદી સમર્થિત ભાજપને તેના સહયોગીઓ મારફત સત્તામાં પરત ફરવાની તક મળી છે. ઘણા દેશોના વડાઓ સહિત વિદેશી મહેમાનો આ શપથવિધી સમારોહમાં ઉપસ્થિત રહેવાના છે.

જવાહરલાલ નહેરૂના રેકોર્ડની બરાબરી કરી

જવાહરલાલ નહેરૂ બાદ નરેન્દ્ર મોદી બીજા નેતા છે કે, જે સતત ત્રીજી વખત વડાપ્રધાન બનશે. નહેરૂએ 1952, 1957, અને 1962ની લોકસભા ચૂંટણીમાં જીત હાંસલ કરી સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા હતા. લગભગ 6 દાયકા બાદ ફરી નરેન્દ્ર મોદી આ રેકોર્ડની બરાબરી કરશે.

ઈન્દિરા ગાંધી પણ આ રેકોર્ડ કરી શક્યા નહીં

ઈન્દિરા ગાંધી જાન્યુઆરી, 1966થી માર્ચ, 1977 સુધી ભારતના વડાપ્રધાન પદે રહ્યા હતા. ત્યારબાદ 14 જાન્યુઆરી, 1980માં તે ફરી વડાપ્રધાન બન્યા હતાં, જો કે, વડાપ્રધાન પદે જ તેમની હત્યા થઈ જતાં તેઓ નહેરૂનો રેકોર્ડ તોડી શક્યા નહીં. ભાજપે લોકસભા ચૂંટણી 2024માં 240 બેઠકો મેળવી હતી. જો કે, બહુમત (272) કરતાં 32 બેઠકો ઓછી હોવાથી તે ગઠબંધનમાં સરકાર બનાવવા જઈ રહ્યા છે.

જવાહર લાલ નહેરૂનો રેકોર્ડ

જવાહરલાલ નહેરૂ 1947થી 1964 સુધી 16 વર્ષ અને 286 દિવસ  સુધી ભારતના વડાપ્રધાન પદે કાર્યરત હતાં. 1951-52માં લોકસભા ચૂંટણી જીત્યા બાદ 1957 અને 1962માં કોંગ્રેસ પાર્ટીને બહુમત મળ્યો હતો અને નહેરૂ ફરી પાછા વડાપ્રધાન બન્યા હતા.

  વડાપ્રધાન પદના શપથ લેતાં જ નહેરુના રેકોર્ડની બરાબરી કરશે મોદી, જાણો શું કહે છે ટાઈમલાઈન 2 - image



Google NewsGoogle News