નવી દિલ્હી, તા. 8 મે 2018 મંગળવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની ટીમને તેમના ચાર વર્ષોના શાસન દરમિયાન કેટલી નોકરીઓ ઉભી થઈ તેનો રિપોર્ટ તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશનો જવાબ વર્ષ 2019ની સામાન્ય ચૂંટણી દરમિયાન ઘણો મહત્વપૂર્ણ છે. PMએ આદેશ આપ્યો કે તે એક વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરે જેમાં એ દર્શાવાય કે મંત્રાલયો દ્વારા ચલાવવામાં આવેલા પ્રોજેક્ટ અને કાર્યક્રમોમાંથી કેટલા લોકોને રોજગાર મેળવવાની તક મળે છે. મંત્રાલયોને કહેવામાં આવ્યુ છે કે તે એ પણ જણાવે કે GDPને વધારવા પર તેમના કાર્યક્રમોની શું અસર પડી હતી. સરકારના રિપોર્ટ કાર્ડમાં નોકરીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો ઉદ્દેશ વડાપ્રધાન મોદી વિશે બનાવવામાં આવેલી તે ધારણાને તોડવાનો છે કે તે દર વર્ષે એક કરોડ નોકરીઓ પેદા કરવાના પોતાના વચનને પૂરો કરવામાં નિષ્ફળ રહ્યા છે. વિપક્ષના કહેવા અનુસાર સરકાર પોતાના 2014ના વચન અનુસાર વર્ષે એક કરોડ નોકરીઓ ઉભી કરવામાં નિષ્ફળ રહી છે. આ આંકડા ઘણા મહત્વના છે. જો તે પોતાના 2014ના ચૂંટણી પ્રદર્શનને બીજીવાર ઈચ્છે છે, જ્યારે તે ત્રણ દાયકામાં સૌથી મોટા ચૂંટણી જનાદેશ સાથે સત્તામાં આવ્યા હતા.


